Not Set/ પરિણામ બાદ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા રાહુલ ગાંધી

સોમનાથ, ગુજરાતના પરિણામો પછી પણ રાહુલ ગાંધીએ રાજ્યમાં તેમની મંદિર યાત્રા ચાલુ રાખી છે.શનિવારે રાહુલ ગાંધી સોમનાથ મંદિર ગયા હતા અને અહીં તેમણે ભક્તિભાવપુર્વક દાદાના દર્શન કરીને પુજા કરી હતી.રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ઇનચાર્જ અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતાં. સોમનાથથી સીધા તેઓ અમદાવાદ આવી પહોંચશે અને ગુજરાતમાં ચૂંટાયેલા […]

Top Stories

સોમનાથ,

ગુજરાતના પરિણામો પછી પણ રાહુલ ગાંધીએ રાજ્યમાં તેમની મંદિર યાત્રા ચાલુ રાખી છે.શનિવારે રાહુલ ગાંધી સોમનાથ મંદિર ગયા હતા અને અહીં તેમણે ભક્તિભાવપુર્વક દાદાના દર્શન કરીને પુજા કરી હતી.રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ઇનચાર્જ અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતાં.

સોમનાથથી સીધા તેઓ અમદાવાદ આવી પહોંચશે અને ગુજરાતમાં ચૂંટાયેલા કોંગ્રેસના 77 ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ સાથે રિવ્યુ મીટિંગ પણ કરશે.

ઉલ્લેખનીય છે કે,  ગુજરાતમાં ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવ્યા ત્યારે મુલાકાતી નોંધપોથીમાં તેમણે કરેલી નોંધને લઇને ખાસો એવો વિવાદ થયો હતો. જો કે હવે પરિણામો બાદ રાહુલ ગાંધીએ તેમણે કોઇ પણ રજીસ્ટ્રરમાં નોંધ ન કરતા ચર્ચા જાગી છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટનું કહેવું છેકે રાહુલ ગાંધીને સમયનો અભાવ હોવાથી તેમણે નોંધ કરી નથી.