Not Set/ પ્લાસ્ટિક મુક્ત રાજ્ય – ગુજરાત, મહારાષ્ટ્ર બાદ હવે યોગી સરકાર કરશે ૧૫ જુલાઈથી UP માં પ્લાસ્ટિક બેન , જો તોડ્યો નિયમ તો ભરવો પડશે ૫૦ હજાર નો દંડ

શુદ્ધ પર્યાવરણ તો શુદ્ધ મન અને એના માટે પ્લાસ્ટિક ના ભયજનક વપરાશને અટકાવવો જરૂરી છે. આ પ્લાસ્ટીક પોલોથીન ને ઉત્તર પ્રદેશમાં બેન કરી યોગી આદિત્યનાથની સરકારે એક મોટા પરિવર્તન તરફ પગલું ભર્યું છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પોલીસીને યુપી કેબીનેટ દ્વારા લીલી જંડી મળી ગઈ છે અને આ સાથે જ ઉત્તર પ્રદેશ દેશનું ૧૯ મુ રાજ્ય […]

India

શુદ્ધ પર્યાવરણ તો શુદ્ધ મન અને એના માટે પ્લાસ્ટિક ના ભયજનક વપરાશને અટકાવવો જરૂરી છે. આ પ્લાસ્ટીક પોલોથીન ને ઉત્તર પ્રદેશમાં બેન કરી યોગી આદિત્યનાથની સરકારે એક મોટા પરિવર્તન તરફ પગલું ભર્યું છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પોલીસીને યુપી કેબીનેટ દ્વારા લીલી જંડી મળી ગઈ છે અને આ સાથે જ ઉત્તર પ્રદેશ દેશનું ૧૯ મુ રાજ્ય બનશે જ્યાં પ્લાસ્ટિક પર બેન છે.

રાજ્યમાં ૫૦ માઈક્રોન થી પાતળી પોલીથીન વાપરવા પર પ્રતિબંધ લાગશે. જેથી હવે ફરી કપડાની થેલી કે પેપર બેગ ટ્રેન્ડમાં આવશે. આ બેન ના અનુસંધાને મુખ્ય મંત્રીના અધ્યક્ષ પદેપાછલા દિવસોમાં મીટીંગ થઇ હતી.

આ પ્લાસ્ટિક બેન વિશેની જાણકારી મુંખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કરી છે કે , ૧૫ જુલાઈથી પ્લાસ્ટિક કપ, ગ્લાસ અને પોલીથીનનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ થવો ન જોઈએ. આમાં આપ સૌ નો સહયોગ જરૂરી છે.

મુખ્ય મંત્રી યોગીજીએ સ્થાનિક નિદેશાલય ના નવા ઈમારતના ઉદઘાટન સમારોહમાં કહ્યું હતું કે આ યોજનાની તૈયારી કરી લે અને પોલીથીન પર રોક બધી જગ્યાએ હોવી જોઈએ . અત્યારે આ શરૂઆત શહેરો થી થશે.

તમને જણાવીએ કે આ પહેલા અખિલેશ સરકારે પણ પોલીથીન કેરી બેગ્સ પર પ્રતિબધ લગાવ્યો હતો. એના માટે સરકારે એનવાયર્ન્મેન્ટ પ્રોટેક્શન એકટ ને મંજુરી આપી હતી જેના હેઠળ જો કોઈ વ્યક્તિ પોલીથીન વાપરતું ઝડપાશે તો એને ૬ મહિનાની સજા અને 5 લાખ રૂપિયા સુધી દંડ પણ થઇ શકે.

આ નિયમને પર્યાવરણ દ્વારા બનાવામાં આવ્યો હતો અને એને અમલમાં લાવવવાની જવાબદારી સંયુક્ત રૂપે નગર નિગમ, જીલ્લા પ્રશાસન, પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ ને આપી હતી. વાત એમ છે કે એ નિયમ અને હાલના નિયમ માં મુખ્ય તફાવત છે પોલીથીન ની સાઈઝ નો, અખિલેશ સરકારે બેન 20 માઈક્રોનથી કે એનાથી ઓછી પોલીથીનની મોટાઈ પર રાખ્યો હતો જયારે હાલની યોગી સરકારે પોલીથીનનું માપ ૫૦ માઈક્રોન કે એનાથી ઓછુ નક્કી કર્યું છે.  આ સાથે ઉત્તર પ્રદેશ પણ પ્લાસ્ટિક મુક્ત – હરિયાળું, પ્રદુષણ મુક્ત રાજ્ય બને એવી અપેક્ષા.