નવી દિલ્હી,
ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં સીઇઓ ચંદા કોચર પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો સંવેદનાત્મક આરોપો લાગ્યા હતા, ત્યારે હવે ICICI બેંક દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોની સ્વતંત્ર તપાસ કરાવવા માટે આદેશ અપાયો છે.
ICICI બેંક દ્વારા રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે, “ચંદા કોચર પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કોઈ પણ એક સ્વતંત્ર વ્યકિતના નેતૃત્વમાં કરવામાં આવશે”.
ICICI બેંકના બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું, “ઓડિટ કમિટી આ મામલે આગળ નિર્ણય કરશે. આ જ કમિટી ઇન્વેસ્ટીગેશન ટીમના મુખ્ય વ્યક્તિ, તપાસ અંગેની શરતો અને સમયની અવધિ પણ નક્કી કરશે. ઓડિટ કમિટી મુખ્ય તપાસ અધિકારીને સ્વતંત્ર લીગલ અને પ્રોફેશનલ સપોર્ટ સાથે મદદ કરશે”.
આ ઉપરાંત બેન્કની ફાઈલિંગમાં પણ જણાવવામાં આવ્યું, “તપાસની સમયગાળો વિસ્તૃત હશે અને તપાસ દરમિયાન સામે આવવાવાળા તમામ ફેક્ટર અને આ સબંધિત મામલાઓને પણ શામેલ કરવામાં આવશે. સાથે સાથે આ તપાસ દરમિયાન ફોરેન્સિક, ઈ-મેઈલ રીવ્યુનો પ્રયોગ તેમજ આ કેસ સબંધિત વ્યક્તિઓના નિવેદન પણ લેવામાં આવશે.
મહત્વનું છે કે, ICICI બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ આ ગ્રુપને લોન આપવા બદલે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઇઓ ચંદા કોચર પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.
તેઓ પર આરોપ હતો કે, “કોચરે વીડિયોકોનને કુલ ૪૦૦૦ કરોડ રૂપિયાની બે લોન મંજૂર કરવા માટે ખોટી રીતે લાભ લીધો હતો”.
