કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી વાજપાયીને મળવા સૌથી પહેલા પહોચ્યા હતા. હવે તેઓ આને રાજનૈતિક રૂપ આપી રહ્યા છે. મંગળવારે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીએ નિશાન સાધતા કહ્યુ કે મોદીએ બીજેપીના સીનીયર નેતાઓનો ખુબ અનાદર કર્યો છે. જયારે વાજપાયીજીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા તો સૌથી પહેલા હું એમને મળવા પહોચ્યો હતો. રાહુલ ગાંધીના આરોપ પર પલટવાર કરતા બીજેપીએ કહ્યુકે રાહુલ ગાંધી વાજપયીજીના હાલચાલ પૂછવા પર પણ રાજનીતિ કરી રહ્યા છે અને આવા મામલાઓમાં નિવેદનબાજી કરવી છીછરી રાજનીતિ છે.

બીજેપી પ્રવક્તા અનીલ બલુંનીએ આરોપ લગાવ્યો કે સ્પષ્ટ છે કે કોંગ્રેસ અધ્યક્ષને ભારતીય મુલ્યોની કોઈ દરકાર નથી, અને તેઓ રાજનીતિક અને સામાજિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ લાલકૃષ્ણ અડવાણીનું સમ્માન કરતા નથી. રાહુલ ગાંધી પર નિશાન સાધતા બાલુનીએ કોંગ્રેસી નેતાઓ દ્વારા પ્રણબ મુખર્જીની આરએસએસના કાર્યક્રમમાં જવા બદલ કરેલી આલોચનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશે જોયું છે કે કોંગ્રેસી નેતાઓએ પ્રણબ મુખર્જી સાથે કેવો વ્યવહાર કર્યો હતો.

અનીલ બાલુનીએ આગળ જણાવ્યું કે કોંગ્રેસી નેતાઓએ પોતાની પાર્ટીના તત્કાલીન અધ્યક્ષ સીતારામ કેસરીના કપડા ફાડ્યા હતા અને કાર્યાલયમાંથી બહાર કરી દીધા હતા. બીજેપી પ્રવક્તાએ પૂર્વ પ્રધાનમંત્રી પી વી નાર્સીમ્હારાવ સાથે થયેલા દુર્વ્યવહારનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું કે રાહુલ ગાંધી અમને રાજનૈતિક મૂલ્યો પર ઉપદેશ ના આપે. કોંગ્રેસ અધ્યક્ષ નીચલા સ્તરની રાજનીતિ કરી રહ્યા છે અને એમને ખબર નથી તેઓ કયા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. દેશ એમના વ્યવહાર અને આચરણને જોઈ રહ્યો છે.
