નવી દિલ્લી:
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતાં કે બેંક એવી નોટો નહીં લે જેની પર લખાણ હશે. પણ હવે RBI તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બેંક 500 અને 2000 રૂપિયાની એ નોટો પણ લેશે જેની ઉપર લખાણ હશે. મહત્વનું છે કે વ્યક્તિ એવી નોટો નથી બદલાવી શકતી જેની પર કોઈપણ પ્રકારનું લખાણ હોય. આ નોટ માત્ર જમાકર્તાના વ્યક્તિગત ખાતામાં જમા કરવામાં આવશે. RBIના અધિકારીઓએ સત્તાકિય રીતે આ માહિતીની ઘોષણા કરી હતી.
આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા આર્થિક સાક્ષરતા હેઠળ મેળા આવનારા લોકોને જાગૃત કરી રહી છે. અહીંયા નોટોના ફિચર સહિત લોકોને તેના અધિકારો પ્રત્યે પણ માહિતી આપવામાં આવી હતી. ડિઝીટલ માધ્યમ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
