કિબિથુ,
ભારત અને પાડોશી દેશ ચીન વચ્ચેના સીમા વિવાદાસ્પદ ડોક્લામ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલા તનાવ વચ્ચે વધુ એકવાર આ મુદ્દે બંને દેશોની સેનાની ગતિવિધિઓ જોવા મળી રહી છે.
ભારતના ડોકલામ મુદ્દે થયેલી અથડામણ બાદ ચીન દ્વારા તિબ્બતની ક્ષેત્રિય સીમાઓ તેમજ અરુણાચલ પ્રદેશના દિબાંગ, ડાઉ, દેલાઈ અને લોહિત ઘાટીમાં પોતાના સૈનિકોની તૈનાતી કરી રહ્યા છે. ત્યારે હવે ભારતીય સેના દ્વારા પણ ચીનને પણ હવે આ મુદ્દે જવાબ આપવામાં આવી રહ્યો છે.
ભારતીય સેનાના અધિકારીના જણાવ્યા મુજબ, “ભારતે સંવેદનશીલ કહેવાતા તિબ્બટની સીમા પર ચીની સૈન્યની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પોતાના માળખાને પણ વધારે સંગીન બનાવ્યું છે તેમજ આ વિસ્તારમાં નિયમિત રીતે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારત તમામ ત્રણેય ઘાટીઓની સીમા પર ચીનની વધી રહેલી આક્રમકતાને પહોચી વળવા માટે દૂર્ગમ પર્વતીય ક્ષેત્રોમાં પોતાની પક્કડ વધારે મજબુત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૭ હજાર ફૂટની ઊંચાઈએ બરફથી ઢંકાયેલા પર્વતોનો પણ સમાવેશ થાય છે”.
ચીનના તિબ્બટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતની સીમા પર વસેલા સુદૂરપૂર્વ કિબિથૂમાં તૈનાત સેનાના એક અધિકારીએ જણાવ્યું, “ડોક્લામ પછી સેના દ્વારા પોતાની ગતિવિધિઓમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. અમે કોઈ પણ પડકારને પહોચી વળવા માટે તૈયાર છીએ”.
સેનાના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય સેના લાંબા અંતરના પ્રેટ્રોલિંગમાં (LRP) વધારો કારવામાં આવી રહ્યો છે જેમાં નાના નાના જૂથમાં સૈનિકો ૧૫ થી ૩૦ દિવસના પેટ્રોલિંગ માટે જાય છે, જેના દ્વારા પેટ્રોલિંગમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને જાળવી રાખવાનો પ્રયાસ કરાય છે. વાસ્તવિક નિયંત્રણ રેખા જ ભારત અને ચીન વચ્ચેની સીમા છે”.
મહત્વનું છે કે, ડોક્લામ એ ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખાની એક સીમા છે. આ પહેલા ગત વર્ષે ચીની સેના દ્વારા આ વિવાદિત ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા રસ્તાનું નિર્માણ ભારતીય સેનાએ રોક્યું હતું અને ત્યારથી જ આ અથડામણ જોવા મળી હતી અને તે ૭૩ દિવસ સુધી ચાલી હતી.
