Not Set/ ગાઝા બોર્ડર પર ઇઝરાયેલ સેના- પેલેસ્ટિયન વચ્ચે અથડામણ, 16ના મોત 2000થી વધુ…

ગાઝા બોર્ડર પર ભડકેલી હિંસામાં 16 જેટલા પેલેસ્ટિયન નાગરિકોના મોત થયા છે, ઇઝરાયેલ સેના દ્વારા ટીયરગેસના સેલ, રબર બુલેટ અને ફાયરીંગમાં 8 લોકોના મોત થયા હતા જયારે 2000થી વધારે લોકો  ઘાયલ થવાનું જાણવા મળી રહ્યું છે. આ ગોળીબાર ત્યારે થયો જયારે ગાઝા- ઇઝરાયેલ બોર્ડર પર શુક્રવારે હજારો પેલેસ્ટાઇન નાગરિકોએ માર્ચ રીટર્ન નામથી વિરોધ પ્રદર્શન કર્યું […]

World

ગાઝા બોર્ડર પર ભડકેલી હિંસામાં 16 જેટલા પેલેસ્ટિયન નાગરિકોના મોત થયા છે, ઇઝરાયેલ સેના દ્વારા ટીયરગેસના સેલ, રબર બુલેટ અને ફાયરીંગમાં 8 લોકોના મોત થયા હતા જયારે 2000થી વધારે લોકો  ઘાયલ થવાનું જાણવા મળી રહ્યું છે.

આ ગોળીબાર ત્યારે થયો જયારે ગાઝા- ઇઝરાયેલ બોર્ડર પર શુક્રવારે હજારો પેલેસ્ટાઇન નાગરિકોએ માર્ચ રીટર્ન નામથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગ્રેટ માર્ચ ઓફ રીટર્ન તરીકે ઓળખાતા 6 અઠવાડિયાના વિરોધ પ્રદર્શનના પહેલા દિવસે ઇઝરાયેલની સેના સાથેની અથડામણમાં લગભગ 8 લોકોના મોત થયા થઈ ગયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ  સામેલ છે. પ્રદર્શન કરી રહેલી ભીડ પર ઇઝરાયેલ સેના દ્વારા 6 જગ્યાઓ પર ફાયરીંગ કરવામાં આવી હતી.

ઇઝરાયેલનું કહેવું છે કે, 30 હજાર લોકો બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા. જયારે તે લોકો બોર્ડર પર પહોંચ્યા ત્યારે સુરક્ષા ઘેરાને તોડીને આગળ વધી રહ્યા હતા તે સમયે ફાયર બોમ્બ અને પથ્થર ફેકવા લાગ્યા હતા. માટે પ્રદર્શન કરી રહેલા નાગરિકોને રોકવા માટે ટીયરગેસ અને રબર બુલેટ ચલાવવામાં આવી હતી.

ગાઝા- ઇઝરાયેલ બોર્ડર પર વિરોધ પ્રદર્શન માટે પેલેસ્ટાઇન તરફથી 5 કેમ્પસ લગાવવામાં આવ્યા છે. તેને ‘ ગ્રેટ માર્ચ ઓફ રીટર્ન’ નામ આપવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન 30 માર્ચથી શરુ થયા છે. આ દિવસે પેલેસ્ટાઇન લેન્ડ ડે ઉજવે છે. 1976માં પેલેસ્ટાઇન પર ઇઝરાયેલ કબ્જા વિરુધ પ્રદર્શન કરનારા 6 નાગરિકોની સેનાએ મારી નાખ્યા હતા.