Not Set/ કર્ણાટક ચૂંટણી : રાહુલ ગાંધી ૨૩-૨૪ દિવસ સુધી કરશે પ્રચાર-પ્રસાર, BJP રહેશે નિશાના પર

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ રાજ્યમાં ચૂંટણીને લઇ ધમાસાણ જોવા મળી રહ્યું છે. ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે રાજકીય પાર્ટીઓ દ્વારા આમને-સામને આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પણ હવે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાના છે. કર્નાટક વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી કેટલા ગંભીર છે તે તેઓના પ્રચાર માટેના કાર્યક્રમને જોઈ […]

India

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ રાજ્યમાં ચૂંટણીને લઇ ધમાસાણ જોવા મળી રહ્યું છે. ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે રાજકીય પાર્ટીઓ દ્વારા આમને-સામને આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પણ હવે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાના છે.

કર્નાટક વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી કેટલા ગંભીર છે તે તેઓના પ્રચાર માટેના કાર્યક્રમને જોઈ લગાડી શકો છો. કોંગ્રેસ અધ્યક્ષ કર્ણાટકની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ૨૩ થી ૨૪ દિવસ સુધી પ્રચાર-પ્રસાર કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ રાજ્યમાં કેટલાક રોડ શો અને રેલીઓ દ્વારા વર્તમાન કોંગ્રેસ સરકારને ટકાવી રાખવા માટે એડી ચોટીનું જોર અજમાવશે.

માનવામાં આવી રહ્યું છે કે, આ ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાહુલ ગાંધીના નિશાના પર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે કારણ કે તેઓ આ પહેલા ફેસબુક ડેટાલીક, આધાર કાર્ડ લીક મામલે,તેમજ હાલના ચર્ચિત એવા CBSE પેપેર લીક મામલે પણ નિશાન સાધી ચુક્યા છે.

રાહુલ ગાંધી આગામી સપ્તાહમાં કર્ણાટક પહોચશે. તેઓ બે ચરણમાં ત્યાં ૪ દિવસનો સમય પસાર કરશે અને આ દરમિયાન તેઓ ખાસ કરીને બેંગલુરુ વિસ્તારમાં પોતાનું વધુ ફોકસ કરશે.

રાહુલ ગાંધી પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શિમોગાથી કરશે, જે વિસ્તાર બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાનો ગઢ માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ચિત્રદુર્ગ પણ જશે તેમજ બેંગલુરુમાં મોટી જાહેરસભાની સાથે કોંગ્રેસ અધ્યક્ષનો ચાર દિવસીય પ્રવાસ સમાપ્ત થશે.  

કોંગ્રેસ પાર્ટીના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, કર્ણાટકના પ્રભારી કે સી વેણુગોપાલ અને કેમ્પેઈન કમિટીના ચીફ ડી કે શિવકુમાર દ્વારા રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ બે ચરણોમાં તૈયાર કર્યો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, રાહુલ ગાંધી પ્રથમ ચરણમાં પ્રચારમાં ” જન આશીર્વાદ યાત્રા”માં ભાગ લેશે જે ૮ એપ્રિલના રોજ બેંગલુરુમાં સમાપ્ત થશે. જયારે બીજા ચરણમાં રાહુલ ગાંધી માત્ર જાહેરસભા અને રોડ-શોમાં ભાગ લેશે.

બીજા ચરણના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી ૮ થી ૯ દિવસ કર્ણાટકમાં પસાર કરશે અને આ દરમિયાન તેઓ ૨ રેલીઓને સંબોધિત પણ કરશે.