દિલ્હી: નવી દિલ્લીમાં ગુરૂવારે ઊતર-પૂર્વના ત્રણ રાજયો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિઘાનસભાની ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું છે. આ ત્રણ રાજયોમાં વિઘાનસભાની ચુંટણી 2 તબક્કામાં રાખવામાં આવી છે.
પહેલા તબક્કામાં તારીખ 18 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં વોટિગ થશે. બીજા તબક્કમાં તારીખ 27 ફેબ્રુઆરીએ મેઘાલય અને નાગાલેન્ડમાં વોટિંગ થશે.આ ત્રણેય રાજ્યોમાં 3 માર્ચે વિધાનસભાની ચુંટણીની મતગણતરી અને ચુકાદાની ઘોષણા થશે.
Polling for legislative assembly elections in Tripura to be held on 18 Feb, polling in Meghalaya & Nagaland to be held on 27 Feb; Counting for all three states on 3 March: AK Joti, CEC pic.twitter.com/SPlHhGTZtW
— ANI (@ANI) January 18, 2018
આ ત્રણ રાજ્યોમાં વિઘાનસભાંની ચુંટણીમાં વીવીપેટનો ઊપયોગ કરવામાં આવશે. ચૂંટણીનાં નિયમ મૂજબ, દરેક વિઘાનસભાની સીટ પર એક પોલિંગ સ્ટેશનમાં વીવીપેટથી વોટિગં થશે અને સ્લીપની ગણતરી કરવામાં આવશે.
ચુંટણીની જાહેરાત થતા ત્રણેય રાજ્યોમાં આંચારસહિતા લાગુ થઇ ગઇ છે.
