Not Set/ મોદીજીનું ભાષણ ચૂંટણી લક્ષી અને છેલ્લું હતું, 2019માં કોઈ ભાજપી નેતા ઝંડો નહિ લહેરાવે – અહેમદ પટેલ

72માં સ્વતંત્રતા દિવસના મોકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી લગભગ 82 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં પીએમ મોદીએ દેશની જનતાને પોતાના ચાર વર્ષના કામકાજના લેખા-જોખા રજુ કર્યા હતા. એમણે પોતાના ચાર વર્ષના કામની ગતિની તુલના યુપીએ-2 સરકારના છેલ્લા વર્ષ 2013 સાથે કરી. એમણે કહ્યું કે આજે દેશ અર્થવ્યવસ્થા મામલે દુનિયામાં છઠ્ઠા નંબર […]

Top Stories India

72માં સ્વતંત્રતા દિવસના મોકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી લગભગ 82 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં પીએમ મોદીએ દેશની જનતાને પોતાના ચાર વર્ષના કામકાજના લેખા-જોખા રજુ કર્યા હતા. એમણે પોતાના ચાર વર્ષના કામની ગતિની તુલના યુપીએ-2 સરકારના છેલ્લા વર્ષ 2013 સાથે કરી. એમણે કહ્યું કે આજે દેશ અર્થવ્યવસ્થા મામલે દુનિયામાં છઠ્ઠા નંબર પર છે. દુનિયા પણ માની રહી છે કે ભારત એક સૂતેલો હાથી હતો, જે હવે જાગી ચુક્યો છે. એમણે આગળ જણાવ્યું કે ચાર વર્ષમાં મેં એવું કામ કર્યું છે, જે જૂની સરકારોની ગતિથી કરવામાં આવતું, તો દશકો લાગી જતા. પ્રધાનમંત્રીના આ ભાષણ પર રાજનીતિક પ્રતિક્રિયાઓ આવવાનું પણ શરુ થઇ ચૂક્યું છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવરાજ પાટીલે આ ભાષણ પર કહ્યું કે ચાર વર્ષમાં કામ થયું એ સારી બાબત છે, પરંતુ પહેલાના યોગદાનને કેવી રીતે નકારી શકાય.

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કહ્યું કે ચૂંટણી લક્ષી અને છેલ્લું ભાષણ હતું. 2019માં ભાજપના કોઈ પણ નેતા ઝંડો નહિ લહેરાવે.

રાજીવ શુક્લએ કહ્યું કે કોઈ મોદીજી ની વાત પર ભરોસો કરશે શું?

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે બીજા દેશો સાથે સંબંધો બાબતે કઈ ના બોલ્યા. સરકાર દરેક મામલે નિષ્ફળ રહી છે.

લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીએ સશસ્ત્ર બળોમાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાનું એલાન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું આજે આ મંચ પરથી આપણી બહાદુર પુત્રીઓને ખુશખબરી આપવા માંગુ છું. ભારતીય સશક્ત સેનામાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા નિયુક્ત મહિલા અધિકારીઓને પુરુષ સમકક્ષ અધિકારીઓ જેમ પારદર્શી પ્રક્રિયા દ્વારા સ્થાયી કમિશન આપવાની ઘોષણા કરું છું.