વિદેશ પ્રવાસે ગયેલા તમામ સરકારી અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે કે, તેઓ ૩૧ ડિસેમ્બર પહેલા પોતાના વિદેશ પ્રવાસો અંગે વિસ્તૃત માહિતી સંબંધિત મંત્રાલયોને મોકલાવે. આ માહિતીમાં અધિકારીઓએ એ અંગે વિસ્તારથી જણાવવુ પડશે કે, વિદેશ પ્રવાસનો ઉદ્દેશ્ય શું હતો, તેમણે આ ઉદેશ્ય કેટલો સફળ કર્યો, તેમના આ વિદેશ પ્રવાસથી દેશને કેટલો લાભ થશે, વિદેશ પ્રવાસ પાછળ કેટલો ખર્ચ થયો વગેરે બાબતનો સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા મુજબ, આ અંગે માહિતી મળ્યા બાદ તે માહિતી વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવશે. સરકારે આ પહેલા તમામ અધિકારીઓને વિદેશ પ્રવાસને લઈને ગંભીર બનવા સુચન કર્યા હતા. ૨૦૧૭ માં અત્યાર સુધી અલગ-અલગ અધિકારીઓ ૩૦૦ થી વધુ વિદેશ પ્રવાસે જઈ ચુક્યા છે. ત્યારે એક-બે ને બાદ કરતા કોઈએ પણ પોતાના પ્રવાસ અંગેની માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગને આપી નથી. જેથી તમામ અધિકારીઓને આ માહિતી જમા કરાવવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની ડેડલાઈન આપવામાં આવી છે.
સરકાર ઈચ્છી રહી છે કે, સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસના ખર્ચમાં ૫૦ ટકાનો થાય, જેનાથી સરકારને કરોડો રૂપિયાની બચત થશે. અત્યારે કેન્દ્રીય અધિકારીઓના વિદેશ પ્રવાસ પર લગભગ દર વર્ષે ૧૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચાય છે. આ પહેલા યુપીએ સરકારે એવો આદેશ જાહેર કર્યો હતો કે જે કાર્યક્રમમાં વિદેશ સ્તિથ ભારતીય દૂતાવાસના અધિકારીઓ હાજરી આપી શક્તા હોય તે કાર્યક્રમ માટે કોઈ ભારતીય અધિકારી વિદેશ પ્રવાસ નહીં કરે. અથવા કોઈ અધિકારી વ્યક્તિગત સ્તર પર કોઈ લેક્ચર કે મિટીંગમાં ભાગ લેવા જશે તો તેનો ખર્ચ સરકાર નહીં ઉઠાવે.
