Not Set/ ઉત્તરાખંડના ચાર જિલ્લાઓમાં ફાટ્યું વાદળ : આવતા ૨૪ કલાક હાઈએલર્ટ

ઉત્તરાખંડમાં મૌસમ ડરામણું થઇ ગયું છે. બપોર બાદ ઉત્તરાખંડમાં ચાર જગ્યાઓ પર વાદળ ફાટવાથી નુકસાન થયું છે. શુક્રવારે એક પછી એક ટિહરી, ઉત્તરકાશી, પૌડી, નૈનીતાલ જિલ્લાઓમાં વાદળ ફાટવાથી સ્થાનિક નદીઓમાં પુર આવી ગયું છે અને ખેતરો તથા ઘણાં ઘરોમાં પાણી ઘુસી ગયું છે. ઘણાં ગામોથી સંપર્ક પણ તૂટી ગયો છે. ચામોલીમાં વરસાદ થવાથી કાટમાળ બદ્રીનાથ […]

Top Stories India
Nine Youngsters of ahmedabad are safe in utatrakhand: Relief Commissioner

ઉત્તરાખંડમાં મૌસમ ડરામણું થઇ ગયું છે. બપોર બાદ ઉત્તરાખંડમાં ચાર જગ્યાઓ પર વાદળ ફાટવાથી નુકસાન થયું છે. શુક્રવારે એક પછી એક ટિહરી, ઉત્તરકાશી, પૌડી, નૈનીતાલ જિલ્લાઓમાં વાદળ ફાટવાથી સ્થાનિક નદીઓમાં પુર આવી ગયું છે અને ખેતરો તથા ઘણાં ઘરોમાં પાણી ઘુસી ગયું છે. ઘણાં ગામોથી સંપર્ક પણ તૂટી ગયો છે. ચામોલીમાં વરસાદ થવાથી કાટમાળ બદ્રીનાથ હાઇવે પર આવી ગયો હતો જેના કારણે હાઇવે આંઠ કલાક બંધ રહ્યો હતો. મૌસમના મિજાજને જોઇને પ્રશાસને બધા જીલ્લા અધિકારીઓને સતર્ક કરી દીધા છે. એસડીઆરએફ અને એનડીઆરએફ સાથે જ પોલીસ પણ સતર્ક થઇ ગઈ છે.

flash floods 600 080512090928 0 0 ઉત્તરાખંડના ચાર જિલ્લાઓમાં ફાટ્યું વાદળ : આવતા ૨૪ કલાક હાઈએલર્ટ

શુક્રવારે ઉત્તરાખંડના પર્વતીય ક્ષેત્રોમાં સવારથી જ મૌસમ બદલાઈ ગયું હતું. ટિહરીના ભીલંગના ક્ષેત્રમાં વાદળ ફાટવાથી નદી-નાળાઓમાં પુર જેવી સ્થિતિ થઇ ગઈ હતી, જેનાથી ખાતરોમાં કાટમાળ ભરાઈ ગયો હતો અને  એક પવનચક્કી પણ વરસાદમાં વહી ગઈ હતી. કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો, અને પાણીની લાઈનો ક્ષતિગ્રસ્ત થઇ ગઈ હતી. પૌડીના થલીસૈણ ક્ષેત્રમાં બે ગૌશાળામાં પાણી ઘુસી ગયું હતું, જેમાં ચાર પશુઓના મૃત્યુ થઇ ગયા હતા. ઉત્તરકાશીના બડકોટ પાસે એક નદી પાર કરતા માતા-પિતા અને એક આંઠ વર્ષની છોકરી નદીમાં વહી ગયા હતા, માતા-પિતાને બચાવી લેવામાં આવ્યા પરંતુ આંઠ વર્ષીય સાવિત્રી રામસિંહનું શવ ૧૭ કલાક પાછી રેસ્ક્યુ ટીમને ગંગડાટીના એક નાળામાંથી મળ્યું હતું.

નૈનીતાલ જીલ્લાના બેતાલઘાટ બ્લોકમાં વાદળ ફાટવાથી કટમી ગજાર ગામમાં ખાસ્સું નુકસાન થયું હતું. નદીઓમાં પુર આવવાના કારણે ઘરમાં અને ખેતરોમાં પાણી ઘુસી ગયું હતું, સાથે જ રામનગર જવાનો માર્ગ પણ વરસાદના કારણે બંધ છે. મલ્લીસેઠી ગામનો સંપર્ક જીલ્લા મુખ્યાલય સાથે કપાઈ ગયો છે. પીથૌરાગઢના જૌલજીવીમાં લગભગ દોઢ કલાક સુધી જબરદસ્ત વરસાદ પડવાથી ગોરી નદીમાં પુર આવી ગયું હતું. આના કારણે એક ડઝન દુકાનો અને ઘરોમાં કાટમાળ ઘુસી ગયો હતો.

d22 ઉત્તરાખંડના ચાર જિલ્લાઓમાં ફાટ્યું વાદળ : આવતા ૨૪ કલાક હાઈએલર્ટ

ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાના અધિકાર્રીઓએ જણાવ્યું હતું કે ચાર ધામ યાત્રાના માર્ગો પર ચિંતાની સ્થિતિ નથી. ઉત્તરકાશીના જીલ્લા અધિકારી ડો. આશિષ ચૌહાણે કહ્યું કે ગંગોત્રી અને યમુનોત્રી માર્ગ ચાલુ છે. ચમોલી જીલ્લા અધિકારીએ જણાવ્યું કે બદ્રીનાથ માર્ગ  રાત્રે બંધ હતો જેને સવારે શરુ કરી દેવામાં આવ્યો છે. રુદ્રપ્રયાગના જીલ્લા અધિકારીએ જણાવ્યું કે યાત્રા એકદમ સુરક્ષિત છે અને યાત્રીઓની સુરક્ષા માટે પ્રશાસન પૂરી રીતે તૈયાર છે.

મૌસમ વિભાગે ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે દહેરાદુન, ઉદ્યમસિંહ નગર, હરિદ્વાર અને પૌડી ગઢવાલમાં ૭૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ચાલશે, તથા પર્વતીય ક્ષેત્રોમાં વરસાદ અને કરાં પડવાની સંભાવના છે.

જોરદાર વરસાદ પડવાથી મંદાકિની નદીમાં પુર આવવાની સ્થિતિ બની છે, વર્ષ ૨૦૧૩માં આ નદીએ મચાવેલા કહેરને લોકો હજુ ભૂલ્યા નથી.શુક્રવારે જળસ્તર વધવાથી રુદ્રપ્રયાગ પાસે વિજયનગરમાં અસ્થાયી પુલના બે પિલર ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા.