દિલ્લી,
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રો ભારતની ચાર દિવસની મુલાકાતે છે. શનિવારે ફ્રાંસના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વિભિન્ન ક્ષેત્રોમાં ૧૪ મહત્વના કરાર થયા હતા. આ કરારોમાં રેલ્વે, શહેરોના વિકાસ, રક્ષા અને અંતરિક્ષ ક્ષેત્રના કરારો મુખ્ય છે.
India and France exchange agreements, 14 agreements signed pic.twitter.com/s3CbsOE3v5
— ANI (@ANI) March 10, 2018
હૈદરાબાદ બેઠક દરમિયાન એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું,
#WATCH Live via ANI FB: PM Modi and French President Macron issue joint statement in Delhi. https://t.co/cXf1aZ7OaQ pic.twitter.com/mypVjQw66l
— ANI (@ANI) March 10, 2018
અમે માત્ર બે સશક્ત સ્વતંત્ર દેશો અને બે વિવિધતાવાળા લોકશાહીના નેતા નથી, અમે બે સમ્રુદ્ધ અને સમર્થ વારસાના ઉત્તરાધિકારી છે.
Hamari(India-France) strategic partnership bhale hi 20 saal puraani ho, hamare deshon aur hamari sabhyataon ki spiritual partnership sadiyon lambi hai: PM Modi pic.twitter.com/8dMqKLJTTm
— ANI (@ANI) March 10, 2018
અમારી વ્યૂહાત્મક ભાગીદારી માત્ર ૨૦ વર્ષ જૂની છે પરંતુ ભારત અને ફ્રાંસની સભ્યતાઓની આધ્યાત્મિક ભાગીદારી સદીઓ લાંબી છે.
જમીનથી આકાશ સુધી આવો કોઈ વિષય નથી જ્યાં ભારત અને ફ્રાંસ સાથે મળીને કામ કરી શકતા નથી.
રક્ષા, સુરક્ષા, અંતરિક્ષ અને હાઈટેક ટેકનોલોજીમાં ભારત અને ફ્રાંસના દ્વિપક્ષીય સહયોગની ઈતિહાસ ખૂબ લાંબો છે. સરકાર કોઈ પણ પાર્ટીની હોય, અમારા સંબંધોનો ગ્રાફ હંમેશા ટોચ પર રહ્યા છે.
આજે અમારી સેનાઓ અને પરસ્પર લોજિસ્ટિક સપોર્ટના સંદર્ભમાં કરાર થયા છે. આ કરારને હું ઉચ્ચ રક્ષા સહયોગમાં એક સ્વર્ણિમ પગલું માનું છું.
ફ્રાંસના રાષ્ટ્રપતિએ પણ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. બંને દેશો આતંક અને તેના ફંડિંગ રોકવાની વિરુધમાં લડશે. આતંકવાદ એક મોટો ખતરો છે અને દુનિયામાં શાંતિ વધારવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફ્રાંસ ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ છે અને યુરોપમાં ભારતના પ્રવેશ માટેનું કેન્દ્રબિંદુ હોવું જોઈએ.
French President #EmmanuelMacron and wife Brigitte Macron with President Kovind,Savita Kovind and PM Modi at Rashtrapati Bhawan pic.twitter.com/kPsmaxtXjk
— ANI (@ANI) March 10, 2018
મહત્વનું છે કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રો ભારતની ચાર દિવસની યાત્રાએ દિલ્લી પહોચ્યા બાદ શનિવાર સવારે રાષ્ટ્રપતિ ભવન પહોચ્યા હતા. ત્યાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેઓના પત્ની સવિતા કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ગયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ તેઓએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ મુલાકાત કરી હતી.
Delhi: French President #EmmanuelMacron meets EAM Sushma Swaraj pic.twitter.com/yNs1uR3ncL
— ANI (@ANI) March 10, 2018
