Not Set/ દરિયામાં ફસાયેલા નેવી કમાન્ડર અભિલાસને ૩ દિવસ બાદ બચાવાયા, ફ્રાંસના જહાજ દ્વારા કરાયા રેસ્ક્યુ

નવી દિલ્હી, દરિયાના તૂફાનમાં ફસાયેલા ભારતીય નેવી કમાન્ડર અભિલાષ ટોમીને ૩ દિવસ બાદ રેક્સ્યું કરવામાં આવ્યા છે. નૌસેનાના આ કમાન્ડરને ફ્રાંસના એક જહાજ દ્વારા બચાવવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાના ટોચના નાવિકોમાના એક અભિલાષ ટોમી ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લઇ રહ્યા હતા અને આ દરમિયાન દક્ષિણી હિન્દ મહાસાગરમાં આવેલા દરિયાઈ તૂફાનમાં તેઓ ફસાઈ ગયા હતા અને ગંભીર રીતે […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દરિયાના તૂફાનમાં ફસાયેલા ભારતીય નેવી કમાન્ડર અભિલાષ ટોમીને ૩ દિવસ બાદ રેક્સ્યું કરવામાં આવ્યા છે. નૌસેનાના આ કમાન્ડરને ફ્રાંસના એક જહાજ દ્વારા બચાવવામાં આવ્યા છે.

ભારતીય નૌસેનાના ટોચના નાવિકોમાના એક અભિલાષ ટોમી ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લઇ રહ્યા હતા અને આ દરમિયાન દક્ષિણી હિન્દ મહાસાગરમાં આવેલા દરિયાઈ તૂફાનમાં તેઓ ફસાઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગોલ્ડન ગ્લોબ રેસ દરમિયાન અભિલાષ ટોમીની યાટ ક્ષતિગ્રસ્ત થઇ હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઈજા પહોંચી હતી.

આ પહેલા રવિવારે ભારતીય નૈસેના P8I એયરક્રાફ્ટ દ્વારા અભિલાષ ટોમીના લોકેશનને ટ્રેસ કરવામાં આવ્યું હતું. અ દરમિયાન તેઓની યાટનો એક ફોટો પણ શમે આવ્યો હતો.

national-indian-navy-commander-abhilash-tomy-rescue-operation-updates-French Fishing Vesse-reach-current-location

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોલ્ડન ગ્લોબ રેસ દરમિયાન યાટ દ્વારા ૪૮૨૮૦ કિમીની દુનિયાની યાત્રા કરવામાં આવતી હોય છે. આ રેસ ફ્રાંસથી ૧ જુલાઈના રોજ શરુ થઇ હતી અને જેમાં ૧૮ નાવિકો ભાગ લઇ રહ્યા છે.

national-indian-navy-commander-abhilash-tomy-rescue-operation-updates-French Fishing Vesse-reach-current-location

દરિયાના તૂફાનમાં ફસાયા બાદ અભિલાષ ટોમીએ સંદેશા દ્વારા ફ્રાંસમાં ઉપસ્થિત રેસના આયોજકોને ઈમરજન્સી મેસેજ મોકલ્યો હતો.

આ અંગે જણાવતા સેનાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, “અભિલાષ ટોમી ચાલવામાં સક્ષમ નથી, આ માટે તેઓએ એક સ્ટ્રેચરનું નિવેદન કર્યું છે. સૌથી પહેલા તેઓની લોકેશન ઓસ્ટ્રેલિયાના પર્થથી અંદાજે ૩ હજાર કિમી દૂર જોવા મળ્યું હતું.

કોણ છે અભિલાષ ટોમી ?

ભારતીય નેવીના કમાન્ડર અભિલાષ ટોમીની વાત કરવામાં આવે તો, તેઓ મુંબઈના રહેવાસી છે અને તેઓએ ગોવા યુનિવર્સીટીમાંથી સાઈન્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે.

અભિલાષ ટોમી વર્ષ ૨૦૦૦માં નૌસેનામાં ભરતી થયા હતા અને છેલ્લા ૧૮ વર્ષથી તેઓ ભારતીય નેવી સાથે છે. તેઓએ એક કમાન્ડર હોવાની સાથે સાથે રેકોન પાઈલોટ અને નાવિક પણ છે.

નેવી કમાન્ડર અભિલાષ ટોમીએ સમુદ્ર માર્ગ દ્વારા સમગ્ર દુનિયાનો ચક્કર લગાવ્યો છે. આ ઉપરાંત તેઓને કીર્તિ ચક્રથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.