Not Set/ બિહારમાં NDAને ઝટકો, જીતનરામ માંઝી જોડાયા મહાગઠબંધન સાથે

બિહાર, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોર્ચા (હમ)ના પ્રમુખ જીતનરામ માંઝીએ એનડીએ માંથી અલગ થઈ ગયા છે. જીતનરામ માંઝી એનડીએથી અલગ થઈને મહાગઠબંધનમાં જોડાઈ ગયા છે. આરજેડીના પ્રમુખ લાલૂ યાદવ અત્યારેતો જેલમાં છે પણ બિહારની રાજનીતિમાં ઉથલપાથલ થઈ રહી છે. લાલૂ પ્રસાદની ગેરહાજરીમાં પાર્ટીનું કામ રાબડી દેવી અને તેજસ્વી યાદવ સંભાળી રહ્યા છે. બુધવારે […]

India

બિહાર,

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોર્ચા (હમ)ના પ્રમુખ જીતનરામ માંઝીએ એનડીએ માંથી અલગ થઈ ગયા છે. જીતનરામ માંઝી એનડીએથી અલગ થઈને મહાગઠબંધનમાં જોડાઈ ગયા છે.

આરજેડીના પ્રમુખ લાલૂ યાદવ અત્યારેતો જેલમાં છે પણ બિહારની રાજનીતિમાં ઉથલપાથલ થઈ રહી છે. લાલૂ પ્રસાદની ગેરહાજરીમાં પાર્ટીનું કામ રાબડી દેવી અને તેજસ્વી યાદવ સંભાળી રહ્યા છે. બુધવારે સવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવની બેઠક જીતનરામ માંઝી સાથે થઈ હતી.

જીતનરામ માંઝીના ઘરે થયેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તેજસ્વી સાથે બેઠક પછી જીતનરામ માંઝીએ કહ્યું છે કે, હું એનડીએથી અલગ થઈ ગયો છું. હવે હું મહાગઠબંધનાં જોડાઈ ગયો છું. તેજસ્વી યાદવે કહ્યું છે કે, માંઝી મહાગઠબંધનમાં જોડાયા છે.

જીતનરામ માંઝીએ એનડીએમાંથી છેડો ફાડ્યા પછી લાલૂ યાદવના દીકરા તેજસ્વી યાદવ સાથે મુલાકત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, તેમનું સ્વાગત છે. માંઝી મારા માટે પિતા સમાન છે. તેમણે ગરીબો અને દલિતો માટે ઘણું કામ કર્યું છે. એનડીએમાં તેમની સાથે સારો વ્યવહાર નહતો થઈ રહ્યો. દલિતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

જીતમરામ માંઝી મારા પિતાના પણ ખૂબ જૂના મિત્ર છે. ગરીબો અને દલિતો પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. માંઝીની પોલિસી પર સરકાર ચાલી રહી નહતી. જહાનાબાદ પેટાચુંટણીમાં ટિકિટ ન મળવાથી માંઝી નારાજ હતાં. માંઝી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે પણ જુનો ખટરાગ છે.