Not Set/ જાણો શું કામ થાય છે રથયાત્રા, શું છે ખાસિયત, શું છે રહસ્યો…

અષાઢ મહિનાની બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદમાં શનિવારે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શરુ થઇ ગઈ છે. રથયાત્રાનો શુભારંભ ભગવાન જગન્નાથના મુખ્ય મંદિરથી થયો હતો. આ ઉપરાંત ઓરિસાના પુરીમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા શરુ થઇ ચુકી છે. આ યાત્રા પાછળ એવી માન્યતા છે કે ભગવાન ગર્ભગૃહમાંથી નીકળીને પ્રજાના સુખ-દુઃખ ખુદ જોવે છે. ઓરિસ્સાની પુરી જગન્નાથ યાત્રાનું […]

Top Stories India

અષાઢ મહિનાની બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદમાં શનિવારે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શરુ થઇ ગઈ છે. રથયાત્રાનો શુભારંભ ભગવાન જગન્નાથના મુખ્ય મંદિરથી થયો હતો. આ ઉપરાંત ઓરિસાના પુરીમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા શરુ થઇ ચુકી છે. આ યાત્રા પાછળ એવી માન્યતા છે કે ભગવાન ગર્ભગૃહમાંથી નીકળીને પ્રજાના સુખ-દુઃખ ખુદ જોવે છે.

ઓરિસ્સાની પુરી જગન્નાથ યાત્રાનું મહત્વ

ઓરિસાના પુરીની રથયાત્રા સૌથી વધારે પ્રસિદ્ધ છે. પુરાણોમાં જગન્નાથ પૂરીને વૈકુંઠ કહેવામાં આવ્યું છે. બ્રહ્મ અને સ્કંદ પુરાણ મુજબ પુરીમાં ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં અવતાર લીધો હતો. તેઓ અહીં સબર જનજાતિના પરમ પૂજ્ય દેવતા બની ગયા. ઓરિસા જગન્નાથ મંદિરનો મહિમા પુરા વિશ્વમાં પ્રસિદ્ધ છે.

આ છે રથયાત્રાનું રહસ્ય

રથયાત્રામાં સૌથી આગળ બલરામજીનો રથ હોય છે. ત્યારબાદ દેવી સુભદ્રાનો રથ અને સૌથી પાછળ ભગવાન જગન્નાથ શ્રીકૃષ્ણનો રથ હોય છે. જેને રંગ અને ઊંચાઈથી ઓળખી શકાય છે.

જગન્નાથ પુરી લગભગ 800 વર્ષથી પણ જૂનું હોવાનું માનવામાં આવે છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ 45.6 ફૂટ ઊંચો, બલરામજીનો તાલધ્વજ રથ 45 ફૂટ ઊંચો, દેવી સુભદ્રાનો દર્પદલન રથ 44.6 ફૂટ ઊંચો હોય છે.

જગન્નાથ પુરી મંદિર સાથે જોડાયેલી કેટલીક ચમત્કારિક વાતો 

જગન્નાથ મંદિરના શિખર પર સ્થિત ઝંડો હંમેશા હવાની વિપરીત દિશામાં લહેરાય છે.

મંદિરના શિખર પર એક છે સુદર્શન ચક્ર છે. આ ચક્રને કોઈ પણ દિશામાં ઉભા રહીને જોતા એવું લાગે છે કે ચક્રનું મોં આપના તરફ છે.

મંદિરમાં પ્રસાદ બનાવવા માટે 7 વાસણોને એક-બીજા પર મુકવામાં આવે છે. પ્રસાદ માટીના વાસણોમાં લાકડા પર બનાવવામાં આવે છે. આ દરમિયાન સૌથી ઉપર રાખેલા વાસણનું પકવાન સૌથી પહેલા બને છે. ત્યારબાદ નીચેની તરફ એક પછી એક વાસણનું પકવાન બને છે.

મંદિરમાં બનતો પ્રસાદ ભક્તો માટે ક્યારે પણ ઓછો નથી પડતો. સાથે જ મંદિરનું પટ બંધ થતા જ પ્રસાદ પણ ખતમ થઇ જાય છે.

એક પૂજારી 45 માળ ઊંચા મંદિરના શિખર પર સ્થિત ઝંડાને રોજ બદલે છે. એવી માન્યતા છે કે જો એક દિવસ પણ ઝંડો બદલવામાં નહિ આવે તો મંદિર 18 વર્ષો માટે બંધ થઇ જશે.

દિવસના કોઈ પણ સમયે જગન્નાથ મંદિરના મુખ્ય શિખરનો પડછાયો પડતો નથી.