Not Set/ લાલુ યાદવને ડબલ ઝટકા : IRCTC મામલે ચાર્જશીટ દાખલ, જવું પડશે જેલ

ઝારખંડ હાઇકોર્ટે ચારા ગોટાળા મામલે આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના જામીન આગળ વધારવાનો ઈન્કાર કરી દીધો છે. લાલુ યાદવને 30 ઓગસ્ટે સરન્ડર કરવું પડશે. લાલુ તરફથી અપીલ કરવામાં આવી હતી કે એમના જામીન 3 મહિના વધારવામાં આવે. આ ઉપરાંત શુક્રવારે લાલુ યાદવને બીજો પણ એક ઝટકો લાગ્યો હતો. ઇડીએ શુક્રવારે IRCTC સ્કેમ […]

Top Stories

ઝારખંડ હાઇકોર્ટે ચારા ગોટાળા મામલે આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના જામીન આગળ વધારવાનો ઈન્કાર કરી દીધો છે. લાલુ યાદવને 30 ઓગસ્ટે સરન્ડર કરવું પડશે. લાલુ તરફથી અપીલ કરવામાં આવી હતી કે એમના જામીન 3 મહિના વધારવામાં આવે. આ ઉપરાંત શુક્રવારે લાલુ યાદવને બીજો પણ એક ઝટકો લાગ્યો હતો. ઇડીએ શુક્રવારે IRCTC સ્કેમ મામલે લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સહીત અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

શુક્રવારે ઝારખંડ હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે લાલુ મુંબઈથી ઈલાજ કરાવીને આવે છે અને ઘરે જતા રહે છે. સીબીઆઈએ કહ્યું કે લાલુ યાદવ જામીનનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

જણાવી દઈએ કે હાલમાં જ લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે લાલુની તબિયત સતત બગડી રહી છે.

તેજસ્વીએ ટ્વિટ કર્યું હતું કે એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈમાં પિતાની ખબર પૂછવા આવ્યો છું. એમની તબિયત સતત ખરાબ થઇ રહી છે. અને ઇન્ફેક્શન વધવાથી ખુબ ચિંતિત છું. હું દુઆ કરું છું કે તેઓ જલ્દી ઠીક થઇ જાય. એમની દેખભાળ માટે પુરી ટીમ તૈનાત છે.

જણાવી દઈએ કે લાલુ યાદવને ચારા ગોટાળા મામલામાં દોષી ગણ્યા બાદ રાંચીની બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તબિયત ખરાબ થવાથી પહેલા એમને રાંચીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એમને દિલ્હીની એમ્સમાં ઈલાજ માટે મોકલવામાં આવ્યા હતા. લગભગ 1 મહિનાના ઈલાજ બાદ એમને 30 એપ્રિલે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

ખરાબ તબિયતના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી જામીન પર બહાર છે. તેઓ પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્ન પર જામીન પર બહાર આવ્યા હતા.