Not Set/ ડીએમકે અધ્યક્ષ એમ કરુણાનિધિની તબિયત લથડી, એમ કે સ્ટાલિને કહ્યું કોઈ અફવા પર વિશ્વાસ કરવો નહિ

ડીએમકે અધ્યક્ષ એમ કરૂણાનિધિની તબીયત વધારે લથડી છે. ગુરૂવાર સાંજે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી હતી. ગોપાલપુરમ સ્થિત તેમના આવાસમાં ડોક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે. કાવેરી હોસ્પિટલથી આવેલા ડોક્ટર્સ અને નર્સની એક ટીમ તેમના આવાસ પર ખડેપગે છે. કાવેરી હોસ્પિટલના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર અરવિંદન સેલ્વરાજે કહ્યું કે, ડીએમકે અધ્યક્ષ એમ. કરૂણાનિધિનું […]

Top Stories India

ડીએમકે અધ્યક્ષ એમ કરૂણાનિધિની તબીયત વધારે લથડી છે. ગુરૂવાર સાંજે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી હતી. ગોપાલપુરમ સ્થિત તેમના આવાસમાં ડોક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે. કાવેરી હોસ્પિટલથી આવેલા ડોક્ટર્સ અને નર્સની એક ટીમ તેમના આવાસ પર ખડેપગે છે.

કાવેરી હોસ્પિટલના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર અરવિંદન સેલ્વરાજે કહ્યું કે, ડીએમકે અધ્યક્ષ એમ. કરૂણાનિધિનું સ્વાસ્થ્ય સારૂ નથી. 94 વર્ષીય કરૂણાનિધિની હાલમાં તાવની સારવાર ચાલી રહી છે. ઉંમર સંબંધી બીમારીઓના કારણે આવું થાય છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમ ના નેતૃત્વમાં એઆઈએડીએમકેનું એક પ્રતિનીધિ મંડળ કરૂણાનિધિના આવાસ પર પહોંચ્યું હતું. પન્નીરસેલ્વમ અને તેમના કેબિનેટના સાથી ડી જયકુમારે કહ્યું કે, કરૂણાનિધિના સ્વાસ્થ્યમાં સુધાર છે. જયકુમારે પત્રકારોને જણાવ્યું કે, કરૂણાનિધિ ટુંક સમયમાં સ્વસ્થ્ય થઈ જશે.

જયકુમારે કહ્યું કે, સત્તાધારી પાર્ટી દ્વારા કરૂણાનિધિના ઘર પર જવું રાજકિય સભ્યતા છે. તેમણે કહ્યું કે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની 2016માં સારવાર ચાલી રહી હતી. ત્યારે ડીએમકે પ્રતિનીધિમંડળ અપોલો હોસ્પિટલ આવ્યું હતું.

https://twitter.com/HariIndic/status/1022528390899806208

તેમણે ડીએમકે નેતાના ગોપાલપુરમ આવાસ પર તેમની સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારોને કહ્યું કે, ડોક્ટર્સ તાવની સારવાર કરી રહ્યા છે, અને ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. પાર્ટીના પ્રમુખની તબીયતને લઈ કોઈ અફવા પર વિશ્વાસ કરવાની જરૂરત નથી, તેઓ ઘરે છે, આરામ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા બુધવારે એમ કરુણાનિધિને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.