Not Set/ મોદી સરકારે ૪.૫ વર્ષમાં જાહેરખબરો પાછળ ખર્ચ્યા અધધ..૫૨૦૦ કરોડ રૂપિયા

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન થયા બાદ સરકારના કામકાજના પ્રચાર અને પ્રચાર કરવા તેમજ પોતાની સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોચાડવા માટે જાહેરખબરોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે આ જાહેરખબરોના ખર્ચ અંગેનો એક આંકડો સામે આવ્યો છે. સંસદના નીચલા ગૃહ લોકસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા પોતાના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું છે […]

Top Stories India Trending
narendra modi મોદી સરકારે ૪.૫ વર્ષમાં જાહેરખબરો પાછળ ખર્ચ્યા અધધ..૫૨૦૦ કરોડ રૂપિયા

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન થયા બાદ સરકારના કામકાજના પ્રચાર અને પ્રચાર કરવા તેમજ પોતાની સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોચાડવા માટે જાહેરખબરોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે આ જાહેરખબરોના ખર્ચ અંગેનો એક આંકડો સામે આવ્યો છે.

સંસદના નીચલા ગૃહ લોકસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા પોતાના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૪.૫ વર્ષમાં જાહેરખબરો પાછળ સરકારે ૫૨૪૫.૭૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

narendra modi મોદી સરકારે ૪.૫ વર્ષમાં જાહેરખબરો પાછળ ખર્ચ્યા અધધ..૫૨૦૦ કરોડ રૂપિયા
national-Modi government spent Rs 5200 cr. rupees advertising 4.5 years

આ જાહેરખબરો ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ અન્ય મીડિયાના માધ્યમો દ્વારા લોકો સુધી પહોચાડવા માટે આ ખર્ચ કરાયો છે.

આ માહિતી કેન્દ્ર સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આ માહિતી આપી છે.

લોકસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૪-૧૫માં ૯૭૯.૭૮ કરોડ રૂપિયા, ૨૦૧૫-૧૬માં ૧૧૬૦.૧૬ કરોડ રૂપિયા, ૨૦૧૬-૧૭માં ૧૨૬૪.૨૬ કરોડ રૂપિયા, ૨૦૧૭-૧૮માં ૧૩૧૩.૫૭ કરોડ રૂપિયા અને ૨૦૧૮-૧૯માં ૭ ડિસેમ્બર સુધી ૫૨૭.૯૬ કરોડ રૂપિયા ખર્ચ કરાયો છે.

વિદેશયાત્રા પાછળ થયો ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ

Modis foreign tours5656.jpg?zoom=0 મોદી સરકારે ૪.૫ વર્ષમાં જાહેરખબરો પાછળ ખર્ચ્યા અધધ..૫૨૦૦ કરોડ રૂપિયા
national-Modi government spent Rs 5200 cr. rupees advertising 4.5 years

આ પહેલા વિદેશ મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને લઈ એક આકંડો જાહેર કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ ૪.૫ વર્ષ સુધીમાં કુલ ૮૪ વિદેશી દેશોની યાત્રાઓ કરી છે અને આ પાછળ કુલ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

પીએમ મોદીની વિદેશ યાત્રામાં થયેલા ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચમાં એર ઇન્ડિયાના વિમાનના મેન્ટેનન્સ પાછળ ૧૫૩૧.૧૮ કરોડ રૂપિયા, ચાર્ટડ ફ્લાઈટના ૪૨૯.૨૮ કરોડ રૂપિયા અને હોટલાઈન સેટઅપનો ખર્ચ ૯.૧૨ કરોડ રૂપિયા છે.