Not Set/ માતૃભાષા હિન્દી બની દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા, સંસ્કૃતની હાલત થઇ સૌથી ખરાબ

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૧માં હાથ ધરવામાં આવેલી દેશની વસ્તી ગણતરીના આધાર પર દેશના રાજ્યોમાં બોલાતી ભાષાઓ અંગે એક તારણ બહાર આવ્યું છે. આ તારણ મુજબ, ભારતમાં સૌથી વધુ બોલવાવાળી ભાષામાં હિન્દી નંબર એક પર છે. આ રિપોર્ટ મુજબ, ૨૦૦૧માં હિન્દીને માતૃભાષા બતાવવાળા લોકોમાં ૨૦૧૧માં વધારો થયો છે. ૨૦૦૧માં ૪૧.૦૩ % લોકોએ હિન્દીને માતૃભાષા તરીકે ગણાવી […]

India
http 2F2Fi.huffpost.com2Fgen2F36218242Fimages2Fn HINDI BOOKS માતૃભાષા હિન્દી બની દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા, સંસ્કૃતની હાલત થઇ સૌથી ખરાબ

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૧માં હાથ ધરવામાં આવેલી દેશની વસ્તી ગણતરીના આધાર પર દેશના રાજ્યોમાં બોલાતી ભાષાઓ અંગે એક તારણ બહાર આવ્યું છે. આ તારણ મુજબ, ભારતમાં સૌથી વધુ બોલવાવાળી ભાષામાં હિન્દી નંબર એક પર છે.

આ રિપોર્ટ મુજબ, ૨૦૦૧માં હિન્દીને માતૃભાષા બતાવવાળા લોકોમાં ૨૦૧૧માં વધારો થયો છે. ૨૦૦૧માં ૪૧.૦૩ % લોકોએ હિન્દીને માતૃભાષા તરીકે ગણાવી હતી જયારે ૨૦૧૧માં આ જ સંખ્યા વધીને ૪૩.૬૩ % થઇ ગઈ છે. દેશભરમાં બોલાતી ભાષાઓમાં હિન્દી પછી બાંગ્લા બીજા, મરાઠી ત્રીજા સ્થાને છે.

દેશમાં બોલાતી ૨૨ ભાષાઓમાં સંસ્કૃત સૌથી ઓછી બોલવામાં આવતી ભાષા છે. દેશમાં માત્ર ૨૪,૮૨૧ લોકો જ સંસ્કૃતને પોતાની માતૃભાષા બતાવી છે. દેશમાં સંસ્કૃત ભાષાની વાત કરવામાં આવે તો તે બોડો, મણિપુરી, કોંકણી અને ડોગરી ભાષાઓમાંથી પણ નીચે છે.

૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, આ ભાષાઓમાં અંગ્રેજીને લગભગ ૨.૬ લાખ લોકોએ માતૃભાષા બતાવી છે. અંગ્રેજીને પ્રથમ ભાષા ગણવામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧.૦૬ લાખ લોકો છે જયારે તમિલનાડુઆઆઆઆ મામલે બીજા અને કર્ણાટક ત્રીજા સ્થાને છે.

રાજસ્થાનમાં બોલાનારી ભિલી/ભિલૌડી ભાષા ૧.૦૪ કરોડની સંખ્યા સાથે પ્રથમ નંબરે છે. ત્યારબાદ ગોંડી ૨૯ લાખ બોલનારા સાથે બીજા નંબર પર છે. બીજી બાજુ ૨૦૦૧માં મરાઠી ભાષા બોલનારા લોકોની સંખ્યા ૬.૯૯ % હતી જે ૨૦૧૧માં ૭.૦૯ % થઇ ગઈ છે. ૨૦૦૧માં તેલુગુ ભાષા ૭.૧૯ % લોકો બોલતા હતા જે ૨૦૧૧માં ઘટીને ૬.૯૩ % થા ગઈ છે.