Not Set/ નીરવ મોદી – માલ્યા બાદ હવે વધુ એક કૌભાંડી બેંકોને ચૂનો ચોપડી ભાગ્યો વિદેશમાં

નવી દિલ્હી, દેશની બેન્કોને હજારો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી કૌભાંડી નીરવ મોદી અને વિજય માલ્યા વિદેશમાં ભાગી ગયા છે. અત્યારસુધીમાં આ કૌભાંડીઓ સામે સરકારને કોઈ મોરી કાર્યવાહી કરવામાં સફળતા મળી નથી, ત્યારે આ વચ્ચે વધુ એક વેપારી ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે, સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશની બેન્કોને હજારો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી કૌભાંડી નીરવ મોદી અને વિજય માલ્યા વિદેશમાં ભાગી ગયા છે. અત્યારસુધીમાં આ કૌભાંડીઓ સામે સરકારને કોઈ મોરી કાર્યવાહી કરવામાં સફળતા મળી નથી, ત્યારે આ વચ્ચે વધુ એક વેપારી ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

માનવામાં આવી રહ્યું છે કે, સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના માલિક નીતિન સાંડેસરા પ હજાર કરોડ રુપિયાનો બેંક ગોટાળાનો આરોપ છે.

નીતિન સાંડેસરા હાલમાં નાઈજીરિયા હોવાના અહેવાલ

national-nirav-modi-mallya-sterling-group-nitin-sandesara-fled-nigeria

થોડાક સમય આગાઉ માહિતી સામે આવી હતી કે, વેપારી નીતિન સાંડેસરા દુબઈમાં છે, પરંતુ ED અને CBIના સૂત્રોના જણાવ્યા મુજબ, આ કૌભાંડી વેપારી હાલમાં નાઈજીરિયા ભાગી ગયો છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ED અને CBIના સૂત્રોના જણાવ્યા મુજબ નીતિન સાંડેસરા, તેઓના ભાઈ ચેતન, ભાભી દીપ્તિ બેન સાંડેસરા અને પરિવારના અન્ય સભ્યો હાલમાં નાઈજીરિયા હોવાનું સામે આવ્યું છે.

જો કે નીતિન સાંડેસરા અને તેઓના પરિવારજનોના નાઈજીરિયામાં હોવા અંગે કોઈ ઓફિશિયલ પૃષ્ટિ કરવામાં આવી નથી.

આ પહેલા માહિતી સામે આવી હતી કે, નીતિન સાંડેસરાને દુબઈમાં યુએઈ ઓથોરિટી દ્વારા ડીટેઈન કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આ વાત ખોટી નીકળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનું નાઈજીરિયા સાથે કોઈ આરોપીઓના પ્રત્યાર્પણ માટે કોઈ કરાર કરવામાં આવ્યા નથી, તેમજ તેઓને આફ્રિકાના દેશમાંથી પાછા લાવવું પણ કઠિન રહેશે.

કોણ છે નીતિન સાંડેસરા ?

national-nirav-modi-mallya-sterling-group-nitin-sandesara-fled-nigeria

ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની વાત કરવામાં આવે તો, તેઓએ દવા વેચવાના કામથી પોતાના વેપારની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ તેલ. રિયલ એસ્ટેટ સહિતના ઘણા ઉદ્યોગ શરુ કર્યા હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે, નીતિન સાંડેસરાનો વેપાર ભારત ઉપરાંત નાઈજીરિયા, યુએઈ, આયર્લેન્ડ, અમેરિકા, સેશલ્સ અને મોરિશિયસમાં ફેલાયેલો છે.

આ ઉપરાંત નાઈજીરિયામાં તેઓના તેલના કુંવા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, નીતિન સાંડેસરા પણ બેન્કિંગ ગોટાળાનો આરોપ સાબિત થયા બાદ ED દ્વારા સ્ટર્લિંગ બાયોટેકના રાજધાની દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ અને સુરત સહિતના દેશના અલગ અલગ શહેરોમાં ૫૦ જગ્યાઓ પર છાપેમારી કરાઈ હતી.