Not Set/ પાકિસ્તાનના જાસુસે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો કે ઇન્ડિયન આર્મીના હોશ ઉડી ગયા

અમૃતસર, મીલીટરી ઈન્ટેલીજન્સ યુનિટથી મળેલી સુચનાનાં આધારે પંજાબ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન સેલે પંજાબમાં પાકિસ્તાની જાસુસી એજન્સી (ISI)નાં એક જાસુસી નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. પોલીસે અમૃતસરમાં ISI માટે જાસુસી કરતા રવી કુમાર નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે રવી મૂળ મોગાનાં ઢલેકે ગામનો રહીશ છે. જેની પોલીસ દ્વારા અમૃતસરના છતિવાલા નામની જગ્યાએથી ધરપકડ […]

World
Indian Army2 પાકિસ્તાનના જાસુસે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો કે ઇન્ડિયન આર્મીના હોશ ઉડી ગયા

અમૃતસર,

મીલીટરી ઈન્ટેલીજન્સ યુનિટથી મળેલી સુચનાનાં આધારે પંજાબ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન સેલે પંજાબમાં પાકિસ્તાની જાસુસી એજન્સી (ISI)નાં એક જાસુસી નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. પોલીસે અમૃતસરમાં ISI માટે જાસુસી કરતા રવી કુમાર નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે રવી મૂળ મોગાનાં ઢલેકે ગામનો રહીશ છે. જેની પોલીસ દ્વારા અમૃતસરના છતિવાલા નામની જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા પાકિસ્તાની જાસુસે પોલીસને પૂછપરછમાં કબુલ કર્યું હતુ કે ISIના અજેન્ટોએ ફેસબુક દ્વાર તેનો સંપર્ક સાધ્યો હતો.

રવીએ જણાવ્યું હતું કે, તે પાછલા 7 મહીનાથી ISI ના લોકોના સંપર્કમાં હતો અને આ દરમિયાન તેને ભારતીય સેનાની ગતિવિધિથી સંબંધિત ગોપનીય જાણકારીઓ ISI ને આપી હતી. જેમાં બન્કરોનું નિર્માણ, સેનાની ગાડીઓની અવરજવર, તાલીમથી સંબંધિત સૂચનાઓ સમાવેશ થયેલો છે.

PAK જાસુસ પાસેથી મળ્યા સેનાનાં ગુપ્ત દસ્તાવેજ   

પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસે રવી કુમાર પાસેથી ભારતીય સેનાથી સબંધિત ઘણા ગુપ્ત દસ્તાવેજ જપ્ત કર્યા છે. આ દસ્તાવેજોમાં હાથથી તૈયાર નકશાઓ, ભારતીય સેનાનાં પ્રશિક્ષણ મેન્યુઅલની ફોટો કોપી વગેરે છે.

હાલ આરોપીની પુછપરછ ચાલુ જ છે. પોલીસે તેમનો મોબાઈલ ફોન કબજે કરી લીધો છે અને પૂછપરછ બાદ ઘણાં ચોંકાવનારા તથ્યો સામે આવે તેવી આશા છે.

દુબઈથી ભારત વિરોધી પ્રવૃતિઓ ચલાવી રહી છે ISI

પાકિસ્તાનના આ આરોપી જાસુસ રવિએ જણાવ્યું હતુ કે ISI નાં એજેન્ટોએ તેને જાસુસી કામ સોંપવા માટે 20 થી 24 ફેબ્રુઆરી 2018 વચ્ચે દુબઈ બોલાવ્યો હતો. તેના રહેવા-જમવાની સુવિધાઓ વગેરે ISI એ જ કરી હતી. તેને દુબઈ બોલાવીને જણાવવામાં આવ્યું હતું કે તેને કઇ-કઈ વિગતો ક્યારે-ક્યારે મોકલવાની છે. અમૃતસરથી દુબઈ માટે ફ્લાઈટ સળંગ છે, જેનો દુરુપયોગ સોનાની સ્મગ્લીંગ તથા અસામાજીક તત્વ દેશ વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગ કરી રહ્યા છે.

સુંદર યુવતીઓના એકાઉંટનો ઉપયોગ કરી યોજનાનો અંજામ લેવાતો હતો.     

પંજાબ પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ISI અને પાકિસ્તાનની અન્ય જાસુસી સંસ્થાઓ પંજાબમાં યુવકોને ફસાવવા માટે ફેસબુકના ખોટા ખાતાઓનો ઉપયોગ કરતી હતી. આ ફેસબુક એકાઉંટ પાકિસ્તાનની સુંદર યુવતીઓના નામ પર બનાવવામાં આવતા હતા.

જાસુસી માટે ISI નો મુખ્ય નિશાનો મુખ્ય રૂપે બેરોજગાર યુવક અને ભારતીય સેનામાં કાર્યરત અથવા સેના નિવૃત સૈનિકો હતા. જેમને ફેસબુક પર સુંદર યુવતીઓ સાથે દોસ્તીના નામથી ફસાવવામાં આવતા હતા અને ત્યાર બાદ પૈસાની લાલચ આપી જાસુસી કરવા માટે તૈયાર કરવામાં હતા.