Not Set/ PHOTOS : આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજના આ મોટી હસ્તીઓ સાથે રહી ચુક્યા છે સંબંધ, જુઓ

ઇન્દોર, પીએમ નરેન્દ્ર મોદીની નજીક ગણાંતા આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે પોતાના માથા પર ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભૈય્યુજી મહારાજે કથિત રીતે પોતાને ગોળી મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા,જ્યાં તેઓને ડોકટરોએ મૃત ઘોષિત કર્યા હતા. ભૈય્યુજી મહારાજની જન્મ ૨૯ એપ્રિલ, ૧૯૬૮ના રોજ સુજાલપુરમાં થયો હતો. તેઓનું અસલી નામ ઉદય સિંહ દેશમુખ હતું. પહેલા તેઓ કપડાની બ્રાંડ માટે મોડલિંગ કરી […]

India Trending

ઇન્દોર,

પીએમ નરેન્દ્ર મોદીની નજીક ગણાંતા આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે પોતાના માથા પર ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભૈય્યુજી મહારાજે કથિત રીતે પોતાને ગોળી મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા,જ્યાં તેઓને ડોકટરોએ મૃત ઘોષિત કર્યા હતા.

ભૈય્યુજી મહારાજની જન્મ ૨૯ એપ્રિલ, ૧૯૬૮ના રોજ સુજાલપુરમાં થયો હતો. તેઓનું અસલી નામ ઉદય સિંહ દેશમુખ હતું. પહેલા તેઓ કપડાની બ્રાંડ માટે મોડલિંગ કરી ચુક્યા છે, અને ત્યારબાદ તેઓ ભૈય્યુજી મહારાજના નામથી સંત બન્યા બાદ દેશના દિગ્ગજ રાજનેતાઓના સંપર્કમાં હતા.

મોડલિંગ માંથી સંત બનેલા ભૈય્યાજી મહારાજના સંબંધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મધ્યપ્રદેશ CM શિવરાજ સિંહ ચૌહાણ, એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના પ્રમુખ મોહન ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે સહિતની અનેક મોટી અને દિગ્ગજ હસ્તીઓ સાથે તેઓની નિકટતા હતી.

જુઓ, આ ફોટોજ.