Not Set/ “સરકારે એક સપ્તાહમાં બનાવ્યા ૮.૫ લાખ ટોયલેટ”, PM મોદીના આ નિવેદનને લઇ સોશિયલ મીડિયામાં ઉડી મજાક

પટના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર સવારે બિહારની મુલાકાતે પટના પહોચ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી પર આયોજિત કરવામાં આવેલા “સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહ” કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ખુબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું બિહારે દેશને એક માર્ગ બતાવ્યો છે. આ ઉપરાંત તેઓએ પોતાના ભાષણમાં કહ્યું હતું, “બિહારમાં માત્ર […]

India

પટના,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર સવારે બિહારની મુલાકાતે પટના પહોચ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી પર આયોજિત કરવામાં આવેલા સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહ” કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ખુબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું બિહારે દેશને એક માર્ગ બતાવ્યો છે.

આ ઉપરાંત તેઓએ પોતાના ભાષણમાં કહ્યું હતું, “બિહારમાં માત્ર એક સપ્તાહમાં ૮ લાખ ૫૦ હજાર શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ પીએમ મોદીની આ વાતથી લોકો પણ હેરાન પરેશાન થઇ ગયા હતા અને આ વાતને માત્ર જુમલો ગણાવ્યો હતો. ત્યારબાદ આ વાતને લઇ સોશિયલ મીડિયાના પણ ઘણા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ પણ આ મામલે પાછળ રહી ન હતી. કોંગ્રેસના નેતા સંજય નિરુપમેં આ મામલે ટ્વીટ કર્યું હતું. તેઓએ કટાક્ષ કરતાજણાવ્યું, આટલી મોટી સંખ્યામાં શૌચાલયોનું નિર્માણનો દાવો સાચો હોઈ શકતો નથી અને પીએમ મોદી પોતાના કાર્યકાળનો અંત નજીક આવતા જોઈ ખોટા વાયદાઓ કરી રહ્યા છે.

બિહાર સરકારના લોહિયા સ્વચ્છ બિહાર અભિયાનના સીઈઓ બાલામુરૂગણ ડીએ જણાવ્યું, બિહારમાં ૧૩ માર્ચથી લઇ ૯ એપ્રિલ સુધી આ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હિસાબથી ૮.૫ લાખ શૌચાલયો એક સપ્તાહમાં નહીં પણ ૧ મહિનામાં તૈયાર કરવામાં આવ્યા છે.

જો કે હવે રાજ્ય સરકાર દ્વારા જ જાહેર કરાયેલા આંકડા બાદ પ્રધાનમંત્રી મોદીના આ નિવેદનને લઇ અનેક વિરોધાભાસ જોવા મળી રહ્યા છે.

આ મામલે સોશિયલ મીડિયામાં પણ અનેક સવાલો ઉભા કર્યા છે. દેશભરના લોકોએ આ નિવેદનને એક જુમલો ગણાવતા ભારે ટીકા કરી હતી.

https://twitter.com/KPadmaRani1/status/983761346159243265

લોકોએ પીએમ મોદીના નિવેદનને ગણિતના વિષય સાથે સરખાવતા બતાવવામાં આવ્યું, ૧ સપ્તાહ = ૭ દિવસ, ૧ દિવસ = ૨૪ કલાક, ૭ દિવસ = ૧૬૮ કલાક, ૧ કલાક = ૬૦ મિનિટ.

https://twitter.com/Shohebchowdhary/status/983895967714902020

આ અરસામાં માત્ર ૧ કલાકમાં ૫૦૫૯ ટોયલેટ બનાવવામાં આવ્યા એટલે કે ૮૪.૩૧ શૌચાલયો પ્રતિ મિનિટ બનાવવામાં આવ્યા.