Not Set/ PM મોદી આજે ૧૪ રાજ્યોને આપશે ભેટ, સૌથી મોટી ગેસ પરિયોજનાને આપશે લીલી ઝંડી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ૧૨૪ જિલ્લાઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. ગુરુવારે તેઓ શહેરોમાં ગેસ આપવા માટેની એક સૌથી મોટી CGD (સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન) યોજનાને લીલી ઝંડી આપશે. આ સાથે દેશના કુલ ૧૨૪ જિલ્લાઓને ગેસ પ્રાપ્ત થશે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, દેવધર શેખપુરા અને જમુઈ જેવા શહેરોમાં આગામી વર્ષે ફેબ્રુઆરી […]

Top Stories India Trending

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ૧૨૪ જિલ્લાઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. ગુરુવારે તેઓ શહેરોમાં ગેસ આપવા માટેની એક સૌથી મોટી CGD (સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન) યોજનાને લીલી ઝંડી આપશે.

આ સાથે દેશના કુલ ૧૨૪ જિલ્લાઓને ગેસ પ્રાપ્ત થશે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, દેવધર શેખપુરા અને જમુઈ જેવા શહેરોમાં આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ગેસ આપવાનું શરુ કરી દેવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે, આ યોજનાથી દેશના ૩૫ ટકા ભૌગોલિક વિસ્તારમાં રહેતી ૫૦ ટકાથી વધુ વસ્તીને PNG અને CNG હેઠળ ઇંધણ મળશે.

પીએમ મોદી સાંજે ૪ વાગ્યે વિજ્ઞાન ભવનમાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન આ યોજનાની શરૂઆત કરાવશે, તેમજ આ ૧૨૪ જિલ્લાઓના ૫૦ ભૌગોલિક ક્ષેત્રમાં આ યોજના સાથે સંકળાયેલી હરાજીના ૧૦માં ચરણનું પણ પ્રારંભ કરાવશે.

સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન યોજનાને લીલી ઝંડી મળ્યા બાદ દેશના રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ ઝારખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પોંડિચેરી, આસામ, ઓરિસ્સામાં ૧૨૪ શહેરોનો ગેસ મળી શકશે.

ગુજરાતના શહેરોની વાત કરવામાં આવે તો, આ શહેરોમાં સુરેન્દ્રનગર, બરવાળા, રણપુર તાલુકો, તાપીમ મોરબી, ખેડા, સુરત, નવસારી, રાજપીપળા, પોરબંદર, મહિસાગર, ડાંગ, જુનાગઢનો સમાવેશ થાય છે.