Not Set/ પ્રવીણ તોગડિયાને અયોધ્યામાં નહિ ઘુસવા દે યોગી સરકાર

યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (એએચપી) ના ચીફ પ્રવીણ તોગડીયાને કાર્યક્રમ માટે અનુમતિ આપી નથી. પ્રવીણ તોગડીયા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સંકલ્પ માટે સરયૂ તટ પર એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. ફૈઝાબાદ પ્રશાસને અયોધ્યાની સુરક્ષાનો હવાલો આપતા એમને ત્યાં જવાની પરવાનગી આપી નથી. તોગડીયા 22 અને 23 ઓક્ટોબરે સેંકડો લોકો સાથે અયોધ્યા પહોંચવાના છે. આંતરરાષ્ટ્રીય […]

Top Stories India

યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (એએચપી) ના ચીફ પ્રવીણ તોગડીયાને કાર્યક્રમ માટે અનુમતિ આપી નથી. પ્રવીણ તોગડીયા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સંકલ્પ માટે સરયૂ તટ પર એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. ફૈઝાબાદ પ્રશાસને અયોધ્યાની સુરક્ષાનો હવાલો આપતા એમને ત્યાં જવાની પરવાનગી આપી નથી.

તોગડીયા 22 અને 23 ઓક્ટોબરે સેંકડો લોકો સાથે અયોધ્યા પહોંચવાના છે. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આને અયોધ્યા કૂચ નામ આપ્યું છે. ફૈઝાબાદના રેસિડેન્ટ મેજિસ્ટ્રેટે કાર્યક્રમની પરવાનગી આપવાનો ઇન્કાર કરતા જણાવ્યું  કે, આયોધ્યાની સુરક્ષા અને એ દરમિયાન થનારા અન્ય કાર્યક્રમોને ધ્યાનમાં રાખતા આની પરવાનગી ન આપી શકાય. પ્રશાસને તોગડિયાની અયોધ્યા કૂચ પર રોક લગાવી દીધી, ઉપરાંત એ વિસ્તારમાં કલમ 144 પણ લાગુ કરવાનો ફેંસલો લીધો છે.

જણાવી દઈએ કે, પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં એએચપી 21 ઓક્ટોબરે લખનઉથી અયોધ્યા કૂચ કાર્યક્રમની શરૂઆત કરશે. બધા કાર્યકર્તાઓ લખનઉથી બારાબંકી સુધી ચાલતા પહોંચશે, ત્યારબાદ અહીંથી કાર્યકર્તાઓ ગાડીઓ દ્વારા 22મી સવારે અયોધ્યા પહોંચશે.