Not Set/ કુંભ મેળો ૨૦૧૯ : પ્રયાગરાજ પહોચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સીએમ યોગી આદિત્યનાથ

પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં દેશનો ઐતિહાસિક મેળો એટલે કે કુંભના મેળાની જોરદાર શરુઆત થઇ ગઈ છે.  પ્રથમ દિવસે પ્રયાગરાજમાં કરોડો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ અહી શ્રદ્ધાકેરી ડૂબકી લગાવી હતી. Prayagraj: President Ram Nath Kovind offers prayer at #KumbhMela2019. CM Yogi Adityanath and Governor Ram Naik also present. pic.twitter.com/8f2PfVFz2a— ANI UP/Uttarakhand (@ANINewsUP) […]

Top Stories India Trending Politics
crop 1 કુંભ મેળો ૨૦૧૯ : પ્રયાગરાજ પહોચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સીએમ યોગી આદિત્યનાથ

પ્રયાગરાજ

ઉત્તર પ્રદેશમાં દેશનો ઐતિહાસિક મેળો એટલે કે કુંભના મેળાની જોરદાર શરુઆત થઇ ગઈ છે.  પ્રથમ દિવસે પ્રયાગરાજમાં કરોડો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ અહી શ્રદ્ધાકેરી ડૂબકી લગાવી હતી.

આજે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સીએમ યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોચ્યા છે. તેમની સાથે ગવર્નર રામ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. અહી રાષ્ટ્રપતિએ પ્રાર્થના કરી હતી.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ 2019ની શરૂઆત થઈ ચૂકી છે.કુંભની શરૂઆત કરતા લગભગ 1 કરોડ જેટલા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓએ વહેલી સવારે શાહી સ્નાન કર્યું હતું.પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે ત્યાં મોટી સંખ્યામાં નાગા સાધુઓ અને અન્ય અખાડાના સાધુ સંતો અને શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી.
મંગળવારે સૂર્યનો મકરમાં પ્રવેશતા સાથે જ તીર્થરાજ પ્રયાગમાં સંગમતટ પર કુંભ મહાપર્વ શરૂ થઈ ગયુ હતુ.એવું માનવામાં આવે છે કે આ દિવસે કુંભ સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને જન્મોનો ઉદ્ધાર થાય છે.ગુરુ મેષ રાશિમાં હોય અને સૂર્ય તથા ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના તટ પર કુંભનું આયોજન કરવામાં આવે છે.