Not Set/ બિહાર: 9માં ધોરણની વિદ્યાર્થીની સાથે 7 મહિનાથી રેપ કરી રહ્યા હતા પ્રિન્સીપાલ, બે શિક્ષકો અને 15 વિદ્યાર્થી

પટના, બિહારના સારણમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. મેડીકલ તપાસ માટે છપરા લાવવામાં આવેલી પીડિતાએ મિડિયાને જણાવ્યું કે ડીસેમ્બરમાં સ્કુલના કેટલાક વિદ્યાર્થીઓએ સ્કુલના શૌચાલયમાં એની સાથે સામુહિક બળાત્કાર કર્યો અને વીડિઓ બનાવી લીધો હતો. Bihar: A class 9th student of a private school in Saran district has alleged that she was raped by […]

Top Stories India

પટના,

બિહારના સારણમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. મેડીકલ તપાસ માટે છપરા લાવવામાં આવેલી પીડિતાએ મિડિયાને જણાવ્યું કે ડીસેમ્બરમાં સ્કુલના કેટલાક વિદ્યાર્થીઓએ સ્કુલના શૌચાલયમાં એની સાથે સામુહિક બળાત્કાર કર્યો અને વીડિઓ બનાવી લીધો હતો.

પીડિતાને એ પણ ખબર નથી કે શૌચાલયમાં એની સાથે કેટલા વિદ્યાર્થીઓએ બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ વીડિઓની મદદથી બ્લેકમેલ કરીને સ્કુલમાં એની સાથે સામુહિક દુષ્કર્મ કરતા રહ્યા હતા. આ મામલામાં પ્રિન્સીપાલ  સહીત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતાએ જણાવ્યું કે એણે આ ઘટનાની ફરિયાદ સ્કુલના પ્રિન્સીપાલ સાથે કરી હતી. પરંતુ એમણે કાર્યવાહી કરવાના બદલે પોતે અને બે શિક્ષકો પણ રેપ કરવા લાગ્યા હતા. સારણ એસપી હર કિશોર રાયે કહ્યું કે પીડિતાએ 18 લોકોના નામ જણાવ્યા છે. જેમાં 15 વિદ્યાર્થીઓ શામેલ છે. એસપીએ કહ્યું કે 14 આરોપી ભાગેડુ છે. પરંતુ એમને પકડવા માટે છાપેમારી કરવામાં આવી રહી છે.

 

હાલમાં મેડીકલ તપાસ માટે પીડિતાને સારણથી છપરા લાવવામાં આવી છે. શનિવારે કોર્ટમાં અરજી દાખલ કરીને નિવેદન લેવામાં આવશે. સુત્રોએ જણાવ્યું એ પીડિતાના પિતા થોડા દિવસ પહેલા જ જામીન પર જેલમાંથી નીકળ્યા છે.