રાજ્યોની 25 રાજ્યસભાની સીટો માટે સવારે 9 વાગ્યાથી વોટીંગ ચાલુ થઇ ગયું છે. જયારે યુપીમાં ક્રોસ વોટીંગ થયું છે. જ્યાં બોએસપીના વિધાયક અનિલ સિંહે ભાજપને વોટ કર્યો છે. તેમણે કહ્યું કે મેં ભાજપને વોટ કર્યો છે. હું યોગીજીને વોટ કરી રહ્યો છું. મે મારી અંતરાત્માની વાતને સાંભળીને મે વોટ કર્યો છે.
હાલ યુપીમાં રાજ્યસભાની 10 સીટો માટે હાલ સપા અને બસપા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિવપાલ યાદવે ક્રોસ વોટિંગ વચ્ચે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના કોઈ ધારસભ્ય તૂટશે નહીં. બીજીબાજુ ભાજપ નેતા શ્રીકાંત શર્માએ કહ્યું કે ભાજપના તમામ 9 ઉમેદવાર જીતશે.
-ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે ભાજપના 9 ઉમેદવારોને રાજ્યસભાની ચુંટણીને જીતનો દાવો કર્યો છે. મૌર્યે કહ્યું કે યુપીથી ભાજપના 9 ઉમેદવાર રાજ્યસભામાં જશે.
-ઉત્તરપ્રદેશ: 10 બેઠક પર વોટિંગ છે. તેમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની બેઠક પણ સામેલ છે. સપાએ જયા બચ્ચને ટીકીટ આપી છે.
I have voted for BJP, I don't know about the rest: Anil Singh, BSP MLA #RajyaSabhaElections pic.twitter.com/28R7njmfnP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2018
રાજ્યસભાની 59 સીટ માટે વોટિંગ શરૂ થઇ ગયું છે. સાંજે રિઝલ્ટ પણ આવી જશે. આ સીટ 17 રાજ્યોની છે. ભાજપના સૌથી વધુ 29 અને કોંગ્રેસના 11 ઉમેદવાર મેદાનમાં છે. જોકે, 10 રાજ્યોમાં 33 ઉમેદવાર પહેલાં જ બિનહરીફ ચૂંટાઇ ગયા છે. એટલે વોટિંગ 7 રાજ્યની માત્ર 26 સીટ પર થવાનું છે. તેમાંથી 6 રાજ્યમાં એક-એક સીટ પર ખરાખરીનો મુકાબલો છે. અહીં પાર્ટીઓને ક્રોસવોટિંગનો ડર છે. આ ચૂંટણી બાદ રાજ્યસભામાં પહેલી વાર ભાજપ સૌથી વધુ શક્તિશાળી થશે.
કર્ણાટકના મુખ્યમંત્રી સીદ્ધ્રરમૈયાએ વિધાનસભામાં કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી.
I have voted for BJP, I don't know about the rest: Anil Singh, BSP MLA #RajyaSabhaElections pic.twitter.com/28R7njmfnP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2018
પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા ચુંટણીની વોટિંગ શરુ થઈ ગઈ છે.
Kolkata: MLAs queue up at the state assembly to cast their votes for #RajyaSabhaElections, 5 seats are being contested from West Bengal. pic.twitter.com/ODHVpYYHPW
— ANI (@ANI) March 23, 2018
–નરેશ અગ્રવાલના દીકરા નિતિન અગ્રવાલે કહ્યું કે ભાજપ 9 સીટ પર જીતે છે.
All the 9 candidates of BJP will win. SP insulted their worker & people will answer them for choosing a candidate that entertains the society rather than one who serves the society: Nitin Agrawal, BJP (son of Naresh Agrawal) #RajyaSabhaElections pic.twitter.com/UGCRm6hciZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2018
