રાજધાની દિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગમાં બુધવારે સવારે વરસાદ બાદ અહીના લોકોને તપતી ગરમીથી રાહત મળી છે. દિલ્હી સિવાય નોઇડા અને ફરીદાબાદમાં પણ વરસાદ પડ્યો છે. નોઈડામાં ભારે વરસાદ થયો છે.
આ પહેલા, મોસમ વિભાગ તરફથી બુધવારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. મંગળવારે પણ રાજધાનીના કેટલાક ભાગમાં ધીમા વરસાદ બાદ દિલ્હી વાસીઓને ગરમીથી થોડી રાહત મળી હતી. અને મહત્તમ તાપમાન 34.2 ડીગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
Delhi witnesses drizzle. Visuals from Rajpath. pic.twitter.com/Pah3yNu5od
— ANI (@ANI) June 27, 2018
દિલ્હી-એનસીઆરના લોકો વરસાદ બાદ ભીષણ ગરમીથી રાહત અનુભવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વાર મોસમ બદલાયું હતું અને વરસાદના આસાર બન્યા હતા પરંતુ ફક્ત આંધી જ આવી હતી. આવા વાતાવરણ વચ્ચે રાજધાની વાસીઓને સારા વરસાદની રાહ હતી. મંગળવાર સવારથી જ આકાશમાં વાદળ છવાયેલા હતા અને વરસાદની સંભાવના દર્શાવાઈ રહી હતી.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં મંગળવારે મોડી સાંજે વરસાદ પડવાથી ગરમી અને બફારાથી રાહત મળી છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન કેટલાક જીલ્લાઓમાં સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ થવાનું અનુમાન છે.

ઉત્તર પ્રદેશ મોસમ વિભાગના નિયામક જે પી ગુપ્તાના જણાવ્યા મુજબ દિવસમાં તાપ નીકળશે પરંતુ વરસાદના કારણે તાપમાનમાં મામુલી ઘટાડો નોંધાશે. એમણે જણાવ્યું કે ચક્રવાતની સ્થિતિના કારણે કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઇ છે. આની અસર એક દિવસ સુધી રહેશે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ બુધવારે રાજધાની લખનઉનું ન્યુનત્તમ તાપમાન 21 ડીગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જયારે મહત્તમ તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાવાની શક્યતા છે.
