જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ અડધા કલાકમાં શ્રીનગર અને અનંતનાગમાં ગોળીબાર કર્યો હતો. અનંતનાગના વિજવેહરામાં આતંકવાદીઓએ એએસઆઈ મોહમ્મદ અશરફને ગોળી મારી દીધી હતી. આ પછી તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.
#Anantnag #TerrorIncidentUpdate: Injured ASI Mohd Ashraf #succumbed to his injuries & attained #martyrdom. We stand by his family at this critical juncture. #RIP #BraveHeart https://t.co/bjPlCiU7Sk
— Kashmir Zone Police (@KashmirPolice) December 22, 2021
જયારે આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં સામાન્ય નાગરિકને નિશાન બનાવ્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “સાંજે 5.55 વાગ્યે, શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં આતંકવાદીઓએ રઉફ અહેમદ નામના વ્યક્તિને તેમના ઘરની નજીક ગોળી મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને અહીં SMHS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા.” અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ ચાલુ છે.
