Not Set/ “કૌભાંડી નીરવ મોદી ૧ મહિના પહેલા જ લંડન છોડી ચુક્યો છે” : ઇન્ટરપોલ દ્વારા કરાયો ખુલાસો

મુંબઈ, દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડી ભાગી ચુક્યા છે, ત્યારે હવે આ કેસની તપાસ કરી રહેલી CBI દ્વારા બંને કૌભાંડી વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે વિનંતી કરાઈ હતી, જો કે આ વચ્ચે નીરવ મોદી અંગે એક ચોકાવનારો ખુલાસો થયો છે. […]

India

મુંબઈ,

દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડી ભાગી ચુક્યા છે, ત્યારે હવે આ કેસની તપાસ કરી રહેલી CBI દ્વારા બંને કૌભાંડી વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે વિનંતી કરાઈ હતી, જો કે આ વચ્ચે નીરવ મોદી અંગે એક ચોકાવનારો ખુલાસો થયો છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ટરપોલ દ્વારા ભારતીય તપાસ એજન્સીઓને જવાબ આપવામાં આવ્યો છે કે, “નીરવ મોદી લંડનમાં છે જ નહિ”. ઇન્ટરપોલ દ્વારા આ માહિતી ૫ જૂનના રોજ આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, નીરવ મોદીએ લગભગ ૧ મહિના પહેલા જ લંડન છોડી દીધું છે. ઇન્ટરપોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, pnb સ્કેમનો મુખ્ય કૌભાંડી હજી પણ ભારતના પાસપોર્ટ પર જ ટ્રાવેલ કરી રહ્યો છે. જો કે બીજી બાજુ સરકાર દ્વારા પહેલેથી જ નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ એકવાર ઇન્ટરપોલને ચિઠ્ઠી લખીને નીરવ મોદીના નવા લોકેશન અંગે જાણકારી માંગી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયમાં નીરવ મોદી ૪ દેશોની યાત્રા કરી ચુક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થોડાક દિવસ અગાઉ બ્રિટનના ટોચના અખબારે દાવો કર્યો હતો કે, કૌભાંડી નીરવ મોદી બ્રિટનમાં રાજકીય આશ્રય લેવા માટે કોશિશ કરી રહ્યો છે.

સેન્ટ્રલ એજન્સી દ્વારા PNB સ્કેમના ૨૫ લોકો વિરુધ દાખલ કરાયા છે કેસ

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૩૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બાદ પોલીસ તેમજ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ૨૫ લોકો સામે ચાર્જ ફાઈલ કરાયા છે. જેમાં મુખ્ય કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી, PNB બેન્કના પૂર્વ ચીફ ઉષા અનંત સુબ્રમણ્યમ, બે બેન્કના ડાયરેકટર તેમજ નીરવ મોદીની કંપનીના ત્રણ લોકો શામેલ છે