Not Set/ જમ્મુ-કાશ્મીર: અથડામણમાં સેનાના એક જવાન શહિદ અને એક ઘાયલ, આતંકીઓની શોધખોળ ચાલુ

જમ્મુ-કાશ્મીર, ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના કાંડી જંગલોમાં ચાલી રહેલી અથડામણમાં સેનાના એક જવાન શહિદ થયા છે, જયારે એક અન્ય જવાન ઘાયલ થયા છે. સેનાએ જણાવ્યા મુજબ 4 પારાના સિપાહી મુકુલ મીણાને અથડામણમાં ગોળી વાગી હતી. ત્યારબાદ એમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જયારે બીજા ઘાયલ જવાનની હાલત સ્થિર […]

Top Stories India

જમ્મુ-કાશ્મીર,

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના કાંડી જંગલોમાં ચાલી રહેલી અથડામણમાં સેનાના એક જવાન શહિદ થયા છે, જયારે એક અન્ય જવાન ઘાયલ થયા છે. સેનાએ જણાવ્યા મુજબ 4 પારાના સિપાહી મુકુલ મીણાને અથડામણમાં ગોળી વાગી હતી. ત્યારબાદ એમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જયારે બીજા ઘાયલ જવાનની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

સેનાની 44મી રાષ્ટ્રીય રાઇફલ્સએ આતંકીઓના ગ્રુપ વિરુદ્ધ કાલે મોડી સાંજે ઓપરેશન શરુ કર્યું હતું. જાણકારી મુજબ કાલે આતંકીઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ આજે ફરી અથડામણ થઇ હતી. આ માટે સેનાના પેરા કમાન્ડોની પણ મદદ લેવામાં આવી હતી.

હાલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. અને આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. કુપવાડા ના એસએસપી અંબરકર શ્રીરામ દિનકરે પણ જવાન શહિદ થયા હોવાની પુષ્ટિ કરી હતી. એમણે કહ્યું કે ઓપેરેશન હજુ ચાલી રહ્યું છે.