Not Set/ IT વિભાગ દ્વારા દેશભરના જોયઆલુક્કાસના શો-રૂમોમાં પડાયા દરોડા

ઇન્કમટેક્ષ વિભાગ દ્રારા બુધવાર વહેલી સવારથી જોયઆલુક્કાસના શો-રૂમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરો સહિત દેશભરમાં જોયઆલુક્કાસના શો-રૂમ પર IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, દેશભરમાં જોયઆલુક્કાસના ૧૩૦ જેટલા જવેલરી શો રૂમ આવેલા છે. સાથે સાથે  જોયઆલુક્કાસ જ્વેલર્સ ૧૧ દેશોમાં પણ પોતાના શો રૂમ ધરાવે છે. જેમાં સવારથી ઇન્કમટેક્સ વિભાગે ધામા નાખ્યાં છે. સૌ […]

India
joyalukkas chennai IT વિભાગ દ્વારા દેશભરના જોયઆલુક્કાસના શો-રૂમોમાં પડાયા દરોડા

ઇન્કમટેક્ષ વિભાગ દ્રારા બુધવાર વહેલી સવારથી જોયઆલુક્કાસના શો-રૂમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરો સહિત દેશભરમાં જોયઆલુક્કાસના શો-રૂમ પર IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, દેશભરમાં જોયઆલુક્કાસના ૧૩૦ જેટલા જવેલરી શો રૂમ આવેલા છે. સાથે સાથે  જોયઆલુક્કાસ જ્વેલર્સ ૧૧ દેશોમાં પણ પોતાના શો રૂમ ધરાવે છે. જેમાં સવારથી ઇન્કમટેક્સ વિભાગે ધામા નાખ્યાં છે.

સૌ પ્રથમ ચેન્નાઈના શો રૂમ ઉપર પર દરોડ પડયો હતો. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે રેડ પાડીને સપાટો બોલાવી ધીધો છે. ગુજરાતમા અમદાવાદ, વડોદરા, અને રાજકોટમાં આવેલા જોયઆલુક્કાસ જ્વેલર્સના શો રૂમ પર IT વિભાગે દરોડા પડ્યા છે. રાજકોટમાં યાજ્ઞિક રોડ આવેલા જયારે વડોદરાના અલકાપુરીમાં આવેલા શો રૂમ પર આઈટીએ દરોડા પાડ્યા છે.

આઈટીના અધિકારીઓ દ્વારા કમ્પ્યૂટર, હાર્ડ ડિસ્ક અને હિસાબી ચોપડા જપ્ત કર્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરોડામાં મોટા પ્રમાણમાં કર ચોરી બહાર આવે તેવી શક્યતાઓ રહી છે. નોધનીય છે કે, જોઇન્ટ આઈટી કમિશ્નર પંકજ શ્રીવાસ્તવના વડપણ હેઠળ આઇટીના દરોડા પાડવામાં આવ્યા છે.