ચંડીગઢ,
હરિયાણાની ખટ્ટર સરકાર દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે, “રાજ્યમાંથી આવવાવાળા ખેલાડીઓ વિજ્ઞાપનો અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ દ્વારા જે કમાણી કરે છે, તેના ૩૩ ટકા હરિયાણા સ્પોર્ટ્સ કાઉન્સિલમાં જમા કરાવવાની રહેશે”.
ત્યારે હવે સરકારના આ ફરમાન અંગે રાજ્યના ખેલાડીઓએ વિરોધ દર્શાવ્યો છે.
https://twitter.com/BabitaPhogat/status/1005019411298779137
મહિલા કુસ્તીબાજ ખેલાડી બબીતા ફોગાટે વિરોધ કરતા કહ્યું, “શું સરકારને અહેસાસ નથી છે કે એક ખેલાડી કેટલી મહેનત કરતો હોય છે. તેઓ ખેલાડીઓની કમાણીનો ૩૩ ટકા ભાગ કેવી રીતે માંગી શકે છે ? હું આ આદેશનો કોઈ પણ રીતે સમર્થન કરતી નથી. સરકારે કમ સે કમ આ નિર્ણય અંગે ચર્ચા કરવી જોઈએ.
જયારે પહેલવાન સુશીલ કુમારે પણ સરકારના નિર્ણય પર વધુ એકવાર વિચારણા કરવા માટે જણાવ્યું છે. સુશીલ કુમારે કહ્યું, “તેઓએ દુનિયાના કોઈ પણ ભાગમાં આ પ્રકારના આદેશ સંભાળ્યા નથી.
આ ઉપરાંત સુશીલે કહ્યું, “ઓલંમ્પિક અને બીજા ટુર્નામેન્ટમાં રમવાવાળા કેટલાક ખેલાડીઓ પહેલાથી જ ગરીબ પરિવારોમાંથી આવે છે.
ऐसे अफसर से राम बचाए, जब से खेल विभाग में आए है तब से बिना सिर -पैर के तुग़लकी फ़रमान जारी किए जा रहे है।हरियाणा के खेल-विकास में आपका योगदान शून्य है किंतु ये दावा है मेरा इसके पतन में आप शत् प्रतिशत सफल हो रहे है।अब हरियाणा के नए खिलाड़ी बाहर पलायन करेंगे और SAHAB आप ज़िम्मेदार pic.twitter.com/YazW6YLqTB
— Yogeshwar Dutt (@DuttYogi) June 8, 2018
અન્ય એક પહેલવાન અને ઓલંમ્પિક મેડલ વિનર યોગેશ્વર દત્તે પણ ખટ્ટર સરકારના આ નિર્ણય અંગે વિરોધ જતાવ્યો છે. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, “આ અધિકારીઓથી રામ બચાવે, જ્યારથી રમત-ગમત વિભાગમાં તેઓ આવ્યા છે ત્યારથી જ તુગલકી ફરમાન લાવવામાં આવી રહ્યા છે. હરિયાણામાં રમતના વિકાસમાં તમારું યોગદાન શૂન્ય છે, પરંતુ દાવો છે કે, મારા આ પતનમાં તમે ૧૦૦ ટકા સફળ થઇ રહ્યા છો. હવે હરિયાણાના નવા ખેલાડીઓ બહાર પલાયન કરશે અને આ માટે સાહેબ તમે જ જવાબદાર”.
हरियाणा में खेलों को बढ़ावा देने वाली सरकारें तो देखी थी पर खेलों ओर खिलाड़ियों को धीरे -१ ख़त्म करने की नीति वाली सरकार पहली बार देख रहे हैं pic.twitter.com/lVggWOD8ln
— geeta phogat (@geeta_phogat) June 8, 2018
ગીતા ફોગાટે પણ જણાવ્યું, “હરિયાણામાં રમતને પ્રોત્સાહન આપવાવાળી સરકાર જોઈ હતી પરંતુ ખેલાડીઓને ધીરે-ર્ધીરે ખતમ કરવાવાળી સરકાર પ્રથમ વાર જોઈ છે”.
