Not Set/ હેયરફોલની સમસ્યાથી પરેશાન સોફ્ટવેર એન્જીનીયરે કરી આત્મહત્યા

આજના સમયમાં હેયરફોલની સમસ્યાથી સૌ કોઈ પરેશાન હોય છે. ત્યારે તમિલનાડુથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. તમિલનાડુના મદુરાઇ જીલ્લામાં ૨૭ વર્ષીય સોફ્ટવેર એન્જીનીયરે માથાના વાળ ખરતા હોવાની સમસ્યાથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનારા મૃતકની ઓળખ બેંગલુરુના સોફ્ટવેર એન્જીનીયર આર મિથુન રાજના રૂપમાં થઇ છે. તે જયહિંદપુરમનો રહેવાસી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા […]

India

આજના સમયમાં હેયરફોલની સમસ્યાથી સૌ કોઈ પરેશાન હોય છે. ત્યારે તમિલનાડુથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. તમિલનાડુના મદુરાઇ જીલ્લામાં ૨૭ વર્ષીય સોફ્ટવેર એન્જીનીયરે માથાના વાળ ખરતા હોવાની સમસ્યાથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનારા મૃતકની ઓળખ બેંગલુરુના સોફ્ટવેર એન્જીનીયર આર મિથુન રાજના રૂપમાં થઇ છે. તે જયહિંદપુરમનો રહેવાસી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, મૃતક મિથુનને માથામાં ચામડીમાં ખરાબીના કારણે સતત હેયરફોલની સમસ્યાથી પરેશાન હતો. આ ખામી અંગે તેણે ટ્રીટમેન્ટ પણ કરાવી હતી પણ આ ટ્રીટમેન્ટનો કોઈ ફાયદો થયો ન હતો અને હેયરફોલની સમસ્યા યથાવત રહી હતી.