નવી દિલ્હી,
ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં એક સાર્વજનિક અને સર્વદળીય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રાર્થના સભામાં પીએમ મોદી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મોદી સરકારના તમામ કેન્દ્રીયમંત્રીઓ, વિપક્ષના નેતાઓ તેમજ અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા અગ્રણી હસ્તીઓ હાજર રહી છે. આ ઉપરાંત યોગગુરુ બાબા રામદેવ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા અનેક અનેક લોકો શામેલ થયા છે.
Union Minister Rajnath Singh, senior Congress leader Ghulam Nabi Azad, RSS chief Mohan Bhagwat, senior BJP leader LK Advani & former Jammu and Kashmir CM Mehbooba Mufti at the prayer meeting for #AtalBihariVajpayee in Delhi. pic.twitter.com/lSL1SpcQRl
— ANI (@ANI) August 20, 2018
Yoga guru Ramdev and former Jammu & Kashmir CM Farooq Abdullah at the prayer meeting of #AtalBihariVajpayee in Delhi. pic.twitter.com/LNYL5O0avx
— ANI (@ANI) August 20, 2018
આ પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું,
અટલજીએ પોતાના કામથી દેશને દરેક ક્ષેત્રમાં આગળ વધાર્યો છે. વિદેશ નીતિથી લઇ દેશને મજબૂત બનાવવા માટે તેઓએ જે પણ જરૂરી હતું તે તમામ કર્યું છે.
પરમાણુ પરીક્ષણથી લઇ કાશ્મીર સુધી અટલજીએ જે નીતિ બનાવી છે, જ્યાંથી ભારતની દુનિયામાં એક મજબુત ઓળખ ઉભી થઇ છે.
કાશ્મીર પર તેઓની દિર્ગ દૃષ્ટિના કારણે જ સમગ્ર દુનિયાનો જોવાનો ઈરાદો બદલાયો છે અને પૂરી દુનિયામાં આતંકવાદની ચર્ચા થઇ રહી છે.
He spent several yrs in opposition,but never compromised his ideology.His efforts ensured that India became a nuclear power&attributed the tests to the brilliance of our scientists.He never buckled under pressure.He was Atal after all: PM at #AtalBihariVajpayee's prayer meeting pic.twitter.com/Rh8MsBSQun
— ANI (@ANI) August 20, 2018
અટલ માત્ર નામથી અટલ ન હતા, પરંતુ તેઓના વ્યવહારમાં પણ અટલ ભાવ જોવા મળતો હતો. ૧૧ મે, ૧૯૯૮માં પોખરણ પરીક્ષણ કરીને ભારતે સમગ્ર દુનિયાને ચોકાવી દીધી હતી.
દેશમાં આ પરીક્ષણની તૈયારીઓ દાયકાઓથી થઇ રહી હતી, પરંતુ તે થઇ રહ્યું ન હતું. તેઓ અટલ હતા જેથી અટલ નિર્ણયએ જ આ કરી બતાવ્યું હતું.
૧૧ મેના રોજની ઉપલબ્ધિ અમારા દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિ હતી. અટલજીએ આ ઉપલબ્ધિ વૈજ્ઞાનિકોને સમર્પિત કરી હતી.
સમગ્ર દુનિયા દ્વારા ભારત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને દુનિયા મોટાભાગના દેશો અમારી વિરુધ થઇ ગયા હતા. તે સમયે આપડે રોકાઈ જવું એ સ્વભાવિક હતું, પરંતુ તેઓ અટલ હતા જેઓએ ૧૩ મેના રોજ બીજીવાર પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પડકાર આપ્યો હતો કે ભારત અટલ છે અને તેઓ ઝુકશે નહિ. આ ભારતની શક્તિ હતી”.
પ્રાર્થના સભામાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું,
જીવનમાં અનેક સભાઓ સંબોધિત કરી છે. પરંતુ આજના દિવસ જેવી સભા હું સંબોધિત કરીશ એ કલ્પના ક્યારેય પણ મારા મનમાં નથી.
I consider myself fortunate that my friendship with Atal ji lasted for 65 years during which I watched him closely. Working together, we shared our experiences, watched films together and read books together: Senior BJP leader LK Advani at #AtalBihariVajpayee's prayer meeting pic.twitter.com/6epJLVt1tN
— ANI (@ANI) August 20, 2018
હું એ એક પુસ્તક લખ્યું હતું, જેમાં અટલજીના ન આવવા પર મને ખુબ દુઃખ થયું હતું. હું પોતાને સૌભાગ્યશાળી માનું છું કે, મારી અટલજી સાથે મિત્રતા ૬૫ વર્ષથી હતી.
અટલજી ભોજન ખુબ સારું પકવતા હતા. હું એ અટલજી પાસેથી ઘણું બધું શીખ્યો છું. અટલજી ગેરહાજરીમાં બોલવા પર મને ખુબ દુઃખ થાય છે.
અમે સાથે સિનેમા જોતા હતા, અમે ઘણું બધું અટલજી પાસેથી શીખ્યા છે અને પામ્યું છે. જેથી દુઃખ થાય છે કે, તેઓ અમને છોડીને અલગ થઇ ગયા છે. અટલજીએ જે પણ શીખવાડ્યું છે, જે પણ આપ્યું છે, તેને અમે ગ્રહણ કરવાના છે.
પંડિત નહેરુએ ૩૫ વર્ષના અટલમાં જોયા હતા ભાવિ PM : રાજનાથ સિંહ
He did not become popular because he was the PM. I think he would have been as popular as he was after being the PM, had he worked in any social or political sector: Home Minister Rajnath Singh at #AtalBihariVajpayee's prayer meeting in Delhi pic.twitter.com/FUxseGuQvV
— ANI (@ANI) August 20, 2018
અટલજીને યાદ કરતા રાજનાથ સિહે કહ્યું, “પંડિત નહેરુએ ૩૫ વર્ષના અટલમાં ભવિષ્યના પ્રધાનમંત્રી જોઈ લીધા હતા. હું આ માનું છું કે, અટલજીને લોકપ્રિયતા દેશના પ્રધાનમંત્રી બનવાના કારણે હાંસલ થઇ નથી. તેઓ કોઈ પણ રાજનૈતિક તેમજ સામાજિક ક્ષેત્રમાં પણ જો તેઓ કામ કરતા તો પ આ જ પ્રમાણે લોકપ્રિય હોત, જે પ્રધાનમંત્રી બન્યા બાદ લોકપ્રિય થયા છે”
