મુંબઈ
અભિનેત્રી પરિણીતી ચોપડા એક બાદ એક ફિલ્મો કરી રહી છે. તે અત્યારે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ અને સંદિપ ઔર પિંકી ફરાર ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘જબરીયા જોડી’માં પણ નજરે પડશે. ત્યારે આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર લોન્ચ કરી દેવાયુ છે. આશરે 4 વર્ષ બાદ પરિણીતી અને સિદ્ધાર્થની જોડી ફરી એકવાર રુપેરી પડદે દર્શકોને જોવા મળશે.
Here are Abhay n Babli an anokhi and desi jodi! Presenting #JabariyaJodi.@ParineetiChopra @ektaravikapoor @balajimotionpic @RuchikaaKapoor @ShaileshRSingh @writerraj pic.twitter.com/frrduUtPYs
— Sidharth Malhotra (@SidMalhotra) August 20, 2018
પ્રશાંત સિંહના ડાયરેક્શનમાં બની રહેલ ફિલ્મ ‘જબરીયા જોડી’નું પ્રથમ પોસ્ટરક ખૂબ જ રોમાંચક છે. ‘જબરીયા જોડી’ના પોસ્ટરમાં પરિણીતી અને સિદ્ધાર્થ એક બેભાન પડેલ વરરાજા સાથે સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં બન્ને વચ્ચે ખૂબ જ દમદાર કેમેસ્ટ્રી દેખાય રહી છે, જાણે કે તેઓ એકબીજાના પ્રેમમાં પાગલ હોય તે પોસ્ટર પરથી લાગી રહ્યુ છે.
Yeh jodi zabardast bhi hai aur jabariya bhi! Presenting the first look of #JabariyaJodi.
@S1dharthM @ParineetiChopra @balajimotionpic @RuchikaaKapoor @ShaileshRSingh @KarmaMediaEnt @writerraj pic.twitter.com/szkxKFqBN3— Ektaa R Kapoor (@EktaaRKapoor) August 20, 2018
આ ફિલ્મ બિહારમાં યુવકને ઉઠાવી લઈ તેની જબરદસ્તી લગ્ન કરાવવા પર આધારીત છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મનુ નામ પહેલા ‘શોટગન શાદી’ રાખવામાં આવ્યુ હતું, જોકે ત્યારબાદ તેને બદલીને ‘જબરીયા જોડી’ કરી દેવાયુ છે.
