ઇન્દોર,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકી સાથે થઇ રહેલી રેપની ઘટનાઓમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓમાં સુરતના પાંડેસરા વિસ્તારની ૧૧ વર્ષીય બાળકી સાથે રેપ બાદ હત્યાની ઘટના હોય કે જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપની ઘટના. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે.
મધ્યપ્રદેશના ઇન્દોરના એક શોપિંગ કોમ્પલેક્ષમાંથી માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપ કર્યા બાદ હત્યા કરાયા હોવાની દર્દનાક ઘટના સામે આવ્યા બાદ માનવીની પરાકાષ્ટા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, એક દિવસ પહેલા ગુરુવાર રાત્રે આરોપીનો આ બાળકીની માતા સાથે ઝઘડો થયો હતો. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ ઝઘડાના અદાવતમાં આ રેપની દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે.
આ મામલે પોલીસ દ્વારા ઘટનાના દિવસે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી બીજું કોઈ નથી પણ તે આ માસૂમ બાળકીની કાકા જ છે.
ઈન્દોરની ઘટનાએ આત્માને અસ્થિર બનાવી દીધો છે : શિવરાજ સિંહ
ત્યારે આ મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. શિવરાજ સિંહે આ ચકચારી ઘટના અંગે જણાવતા કહ્યું, “ઈન્દોરની ઘટનાએ આત્માને અસ્થિર બનાવી દીધો છે. આટલી નાની બાળકી સાથે આટલું ભયંકર કૃત્ય. સમાજને પોતાના અંદર જ ઝાંકવાની જરૂરત છે. સ્થાનિક પ્રશાસને આરોપીની ધરપકડ કરી છે. અમે સુનિશ્ચિત કરીશું કે, આ મામલાઓમાં આરોપીને જલ્દીથી જલ્દી કઠોર સજા મળે”.
In 92% cases, minor daughters are raped by someone from their family. I went into shock after reading news that a minor girl is raped by her father. I urge you to pass a bill so that such rapists are hanged to death: #MadhyaPradesh CM Shivraj Singh Chouhan in Damoh (20.04.18) pic.twitter.com/jryzP8zT7Q
— ANI (@ANI) April 21, 2018
આ પહેલા પણ ગુરુવારે તેઓએ જણાવ્યું હતું કે, “નાની બાળકીઓ પર થતા ૯૨ ટકા કેસોમાં આ ઘટનાને અંજામ તેઓની પરિવારજનોના સભ્યો દ્વારા જ આપવામાં આવતો હોય છે. હું સ્તબ્ધ થઇ ગયો હતો જયારે મે એક બાળકી સાથે તેના જ પિતા દ્વારા રેપ કરાયા હોવાના સમાચાર વાંચ્યા હતા. હું આગ્રહ કરીશ કે નાની બાળકીઓ પર થતા રેપના કેસમાં આરોપીઓને મોતની સજા ફટકારવામાં આવે”.
Indore: Girl under one year of age killed after allegedly being raped in MG Road police station limits. Police reached the spot after getting information that a child's body is lying unattended with blood spots around it. One arrested #MadhyaPradesh pic.twitter.com/FSvno5Mwr4
— ANI (@ANI) April 21, 2018
મહત્વનું છે કે, ઇન્દોરના શ્રીનાથ બિલ્ડીંગના એક શોપિંગ કોમ્પલેક્ષ છે જેમાં ઘણી દુકાનો આવેલી છે. આ બિલ્ડીંગની એક દુકાનમાં કામ કરતા વ્યક્તિએ જયારે બપોરે ૧૨ વાગ્યે આ ઈમારતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે પગથિયાં પાસે આ માસૂમ બાળકીનો મૃતદેહ જોયો હતો. ત્યારબાદ આ વ્યક્તિએ માલિકને ફોન કર્યા બાદ તેઓએ પોલીસને સૂચના આપી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો રેપ અને હત્યાનો ખુલાસો
૪ મહિનાની માસુમ બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ દ્વારા એમ વાઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું, આ છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર જખમના નિશાન છે તેમજ તેના માથા પર પણ જખમ જોવા મળ્યા હતા.
પોલીસે ૮ કલાક બાદ દાખલ કર્યો કેસ
આ ચકચારી ઘટનાની અચરજ ભરી વાત એ છે કે, આ ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરના અંતર પર બની હતી. બીજી બાજુ પોલીસ દ્વારા આ ઘટનાના ૮ કલાક બાદ કેસ દાખલ કર્યો હતો. પોલીસની આ લાપરવાહી સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ ઉપરાંત પોલીસની લાપરવાહી સામે ત્યારે પણ સવાલો ઉભા થયા હતા જયારે તેઓએ આ માસૂમ બાળકીની લાશ મળ્યાની સુચના મળ્યા બાદ તે લગભગ દોઢ કલાક પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
