Not Set/ હૈદરાબાદની આ વર્ષની બીજી ઘટના, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચાલુ વિડીયો કોલ દરમ્યાન ૨૦ વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

હૈદરાબાદ બુધવારે ૨૦ વર્ષના યુવકે  પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચાલુ વિડીયો કોલ દરમ્યાન આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ બાદ આ યુવકનું નામ અજમીરા સાગર હોવાનું બહાર આવ્યું છે. સાગરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપના લીધે આવું પગલું ભર્યું હોવાનું પોલીસને લાગી રહ્યું છે. સાગર ડીપ્લોમાં અભ્યાસ કરતો અને તે પોતાની બહેન સાથે રહેતો હતો. સાગર જયારે ઘરે […]

India
SUISIDE 1 હૈદરાબાદની આ વર્ષની બીજી ઘટના, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચાલુ વિડીયો કોલ દરમ્યાન ૨૦ વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

હૈદરાબાદ

બુધવારે ૨૦ વર્ષના યુવકે  પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચાલુ વિડીયો કોલ દરમ્યાન આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ બાદ આ યુવકનું નામ અજમીરા સાગર હોવાનું બહાર આવ્યું છે. સાગરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપના લીધે આવું પગલું ભર્યું હોવાનું પોલીસને લાગી રહ્યું છે.

સાગર ડીપ્લોમાં અભ્યાસ કરતો અને તે પોતાની બહેન સાથે રહેતો હતો. સાગર જયારે ઘરે એકલો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ સાથે વિડીયો કોલમાં વાત કરતી વખતે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. તેને ગળાફાંસો ખાવા માટે તેની દીદીની સાડીનો ઉપયોગ કર્યો હતો.

જયારે સાગરની બહેનએ પંખા પર તેના ભાઈને લટકતો જોયો તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને સાગરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.

આ આખી ઘટના વિડીયો કોલમાં કેદ થઇ હતી.

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં અનંતપુરની ૨૪ વર્ષની હનીશા ચૌધરીએ પોતાના હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હનીશાએ પણ સાગરની જેમ પોતાના બોયફ્રેન્ડ દક્ષિત પટેલ સાથે ચાલુ વિડીયો કોલ દરમ્યાન જીવન ટુંકાવ્યું હતું. હનીશા વિડીયો કોલમાં તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી. બોયફ્રેન્ડ સાથે કોઈ બાબત પર તકરાર થતા આવું પગલું ભરવા મજબુર બની હતી. હનીશા MBA ના બીજા વર્ષમાં શિવા શિવાની કોલેજમાં અભ્યાસ કરતી હતી. વિડીયો કોલમાં વાત કરતી વખતે તે બોલી રહી હતી કે મને જીંદગીમાં કોઈ રસ નથી રહ્યો હું નહિ જીવું. ત્યારબાદ તેનો બોયફ્રેન્ડ તેના હોસ્ટેલના રૂમમાં ભાગતો આવ્યો હતો. પરંતુ તે પહોચે તે પહેલા હનીશા દુનિયા છોડીને ખુબ દૂર ચાલી ગઈ હતી.