Not Set/ વધુ બે ગુજરાતી આઈએએસ અધિકારીઓની કેન્દ્રમાં નિમણૂંક

દિલ્હી, પ્રધાનમંત્રી મોદી જ્યારથી પીએમ બન્યાં એ પછી તેમણે ઘણા બધા ગુજરાતના અધિકારીઓને ગુજરાત માંથી દિલ્હી બોલાયા છે, ત્યારે હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે દિલ્હીમાં પોતાનુ કદ વધારવા માટે કવાયત કરી રહી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ગુજરાત આઈએએસ અને આઈપીએસ કેડરમાંથી એક બાદ એક અધિકારીઓને દિલ્હીમાં વિવિધ પદો પર નિમણૂંક આપવામાં […]

India

દિલ્હી,

પ્રધાનમંત્રી મોદી જ્યારથી પીએમ બન્યાં એ પછી તેમણે ઘણા બધા ગુજરાતના અધિકારીઓને ગુજરાત માંથી દિલ્હી બોલાયા છે, ત્યારે હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે દિલ્હીમાં પોતાનુ કદ વધારવા માટે કવાયત કરી રહી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ગુજરાત આઈએએસ અને આઈપીએસ કેડરમાંથી એક બાદ એક અધિકારીઓને દિલ્હીમાં વિવિધ પદો પર નિમણૂંક આપવામાં આવી રહી છે.

મોદી સરકારે ગુજરાત કેડરના વધુ બે આઈએએસ અધિકારીઓને કેન્દ્રમાં લઈ લીધા છે. ગુજરાત કેડરના સીનીયર કક્ષાના આઈએએસ અધિકારીઓ અનિલ મુકિમ અને બીબી સ્વૈનની કેન્દ્ર સરકારમાં નિમણૂંક થઈ છે.  રાજ્યના નાણાં વિભાગમાં અધિક મુખ્ય સચિવના દરજ્જે ફરજ બજાવતા ૧૯૮૫ની બેચના અનિલ મુકિમને કેન્દ્રમાં ખાણ વિભાગના સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ હોવાની જાણકારી સામે આવી છે.

આઈએએસ તરીકે રાજ્યમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા ૧૯૮૮ની બેચના બીબી સ્વૈન કેન્દ્રીય વાણિજ્ય વિભાગમાં એડિશનલ સેક્રેટરી પદે નિમાયા છે. આ બન્ને અધિકારીઓ છેલ્લે બે-ત્રણ મહિનાથી કેન્દ્રમાં નિમણૂંકની રાહ જાઈ રહ્યા હતા.

મહત્વનુ છે કે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ચાર વર્ષમાં શ્રીનિવાસ સહિત ગુજરાત કેડરના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારના અલગ-અલગ વિભાગોમાં નિમણૂંક આપવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં વહિવટ કુશળ સારા અધિકારીની ખોટ વર્તાઈ રહી છે.