લખીમપુર ખીરી,
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. શનિવાર સવારે રસ્તા પર ઉભેલી ટ્રકમાં તાતા મેજિક ઘુસી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ ૧૩ લોકોના મોત થયા છે જયારે ૪ ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ગંભીરરૂપથી ઘાયલ થયેલા લોકોને નજીકની શાહજહાંપુર જિલ્લાની હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.
#UPDATE Uttar Pradesh: Death toll in Lakhimpur Kheri accident rises to 13. A vehicle, carrying 17 people, rammed into a parked truck in the area this morning.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 28, 2018
જો કે આ ગંભીર અકસ્માતની ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ જતાવ્યું હતું અને અધિકારીઓને જરૂરી મદદ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.
#UPCM श्री #YogiAdityanath ने आज लखीमपुर खीरी में हुई एक सड़क दुर्घटना में लोगों की मृत्यु पर गहरा शोक व्यक्त किया है। उन्होंने दिवंगत आत्माओं की शान्ति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति अपनी संवेदना व्यक्त की है।
— CM Office, GoUP (@CMOfficeUP) April 28, 2018
૯ લોકોના ઘટનાસ્થળે જ થયા મોત
એક ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, આ ગંભીર અકસ્માતમાં ૯ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી પાસે શનિવાર સવારે ૫ વાગ્યે ઉચૌલિયા હાઇવે પાસે બની હતી.
#SpotVisual Uttar Pradesh: 9 dead after a vehicle carrying 17 people rammed into a parked truck in Lakhimpur Kheri. pic.twitter.com/Q4jEioZei3
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 28, 2018
શનિવાર સવારે શાહજહાંપુરથી એક તાતા મેજિક મુસાફરી લઈને સીતાપુર જઈ રહી ત્યારે તાતા મેજિક નેશનલ હાઇવે પર વચ્ચે ઉભી રહેલી એક ટ્રકમાં ઘુસી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તેમજ નજીકના ગામના લોકો પહોચ્યા હતા અને ઘાયલ થયેલા વ્યક્તિઓને શાહજહાંપુર જિલ્લાની હોસ્પિટલમાં ભર્તી કરાયા હતા.
આ તાતા મેજિકમાં કુલ ૧૭ મુસાફરો સવાર હતા અને જેમાં ૧૩ વ્યક્તિના મોત થયા છે જયારે ૪ ગંભીરરૂપથી ઘાયલ થયા છે.
