દૌસા,
રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ ક્ષેત્રમાં બુધવાર રાતથી થયેલા ભારે વરસાદના કારણે વિસ્તારના અનેક ભાગોમાં જળમગ્ન થયા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરવાના કારણે એક સ્કૂલ બસ પણ અન્ડર પાસમાં ફસાઈ ગઈ હતી. આ કારણે ઘણા છોકરાઓની જિંદગી ખતરામાં આવી ગઈ હતી અને ભારે જાહેનત બાદ છોકરાઓની જિંદગી બચાવવામાં આવી હતી. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, તે જોઇને એક તબક્કે ચકિત પણ થઇ જશો.
#WATCH: School kids being rescued after their school bus got stuck in a waterlogged underpass in Rajasthan's Dausa. pic.twitter.com/Na79iWvkia
— ANI (@ANI) August 23, 2018
હકીકતમાં, શહેરમાં એક જ રાતમાં કુલ સાઢા ૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે એક સ્કૂલના ૫૦ વિધાથીઓ ભરેલી બસ પણ ફસાઈ ગઈ હતી. લાલસોટ વિસ્તારમાં દૌસા-ગંગાપુર સીટી રેલ્વે લાઈન પણ બનેલા એક અન્ડર પાસમાં આ બસ ફસાઈ ગઈ હતી.
જો કે ત્યારબાદ લોકોએ ભારે જહેમત બાદ સ્કૂલના તમામ છોકરાઓને બચાવી લેવામાં આવ્યા છે.
