નવી દિલ્હી,
સ્વિઝરલેન્ડના સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરાયેલા હાલના આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવેલું ધન ચાર વર્ષમાં વધીને પ્રથમ વાર વધ્યું છે. સ્વિસ બેન્કોમાં ભારતીય લોકો દ્વારા જમા કરાવવામાં આવી રહેલા રૂપિયામાં ૫૦ ટકાનો વધારો થયો છે.
સ્વિઝરલેન્ડના સેન્ટ્રલ બેંકના રિપોર્ટ મુજબ, સ્વિસ બેન્કોમાં ભારતીય લોકો દ્વારા પોતાના ખાતામાં રાખવામાં આવેલી બ્લેકમનીમાં ૫૦ % વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયું છે.
જો કે આ વચ્ચે સવાલો ઉભા થઇ રહ્યા છે કે, દેશ સહિત વિદેશના ધનવાન વ્યક્તિઓ દ્વારા પોતાના રૂપિયા શા માટે સ્વિસ બેન્કોમાં જ જમા કરાવવામાં આવી રહ્યા છે.
સ્વિઝરલેન્ડમાં જેટલી બેંકો છે તેને સ્વિસ બેંક તરીકે ઓળખવામાં આવે છે તો બીજી બાજુ આ દેશની ગણતરી ટેક્સ હેવન તરીકે કરવામાં આવે છે.

આ છે મુખ્ય કારણ :
સ્વિસ બેન્કોમાં પોતાના રૂપિયા જમા કરાવવા અંગે વાત કરવામાં આવે તો, આ દેશમાં તમને ખુબ ઓછા ટેક્સના રૂપમાં રૂપિયા આપવાના હોય છે, સાથે સ્વિઝરલેન્ડમાં પણ બેંક સિક્રેસી લો લાગુ કરવામાં આવે છે.
સ્વિસ બેન્કિંગ કાયદો (૧૯૩૪) હેઠળ, આ દેશમાં બેંકો પોતાના ખાતામાં રૂપિયા જમા કરનારા લોકોની માહિતી તેઓની અનુમતિ વિના સાર્વજનિક કરી શકતા નથી.
આ ઉપરાંત સ્વિસ બેંકમાં ખાતું ધરાવનાર વ્યક્તિ પોતાના દેશમાં નાણા અંગે કોઈ પણ સ્કેમ કે અનિયમિત્તામાં શામેલ નથી ત્યારે, પોલીસથી લઇ કોર્ટને બેંક ખાતું ધરાવનારા આ ગ્રાહકો અંગે કોઈ પણ જાણકારી આપી શકતા નથી.
શા માટે અમીર લોકો સ્વિસ બેન્કોમાં જમા કરાવે છે રૂપિયા
સ્વિસ બેન્કોમાં અમીર લોકો રૂપિયા જમા કરાવે છે કારણ કે સ્વિસ બેન્કોમાં પ્રાઈવસી લો (ગોપનીયતા કાયદો) હેઠળ કોઈ પણ વ્યક્તિ પર ભ્રષ્ટાચારની મામલો ચાલી રહ્યો હોય અને તેઓ સ્વિસ બેન્કોમાં ખાતું ધરાવતા હોય ત્યારે તેઓ વિરુધની કાર્યવાહી દરમિયાન આ ખાતાની તપાસ કરી શકાતી નથી. સાથે સાથે બેન્કરો આ વ્યક્તિઓને તેઓના પૈસા વધારવા માટે મદદ કરતા હોય છે.
ખાતાની જાણકરી લીક થવા પર બેન્કરો થઇ જાય છે કેદ
કોઈ પણ સંજોગોમાં જયારે કોઈ બેન્કના કર્મચારીઓ કોઈના ખાતાની જાણકરી લીક કરે છે ત્યારે તેઓને ૬ મહિનાની જેલ અથવા તો ૫૦,૦૦૦ ફ્રેંક એટલે કે ૩૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
મહત્વનું છે કે, સ્વિઝરલેન્ડમાં બેન્કના પ્રાઈવસી કાયદાની ધારા ૪૭ના જણાવ્યા અનુસાર, આ દેશની બેન્કના કર્મચારીઓ, અધિકારી, બેન્કિંગ સાથે સંકળાયેલી સંસ્થાઓ, ઓડિટર અને સ્વયં બેન્કની નિગરાની કરનારા આયોગના સભ્ય તેમજ કર્મચારીઓ આ ગોપનીયતા બનાવી રાખવા માટે બાધિત છે.
