Not Set/ જય શાહ અને રફેલ ડીલ અંગે કેમ પ્રશ્નો પૂછાતા નથી : રાહુલ ગાંધી

મિશન ગુજરાત પર પહોચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે પોરબંદરના કીર્તિ મંદિરથી પ્રચાર અભિયાનની શરૂઆત કર્યા બાદ આજે રાહુલ ગાંધીએ પાટનગર ગાંધીનગર ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભાને સંબોધતા તેઓએ પીએમ મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું, જય શાહ અને […]

Top Stories

મિશન ગુજરાત પર પહોચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે પોરબંદરના કીર્તિ મંદિરથી પ્રચાર અભિયાનની શરૂઆત કર્યા બાદ આજે રાહુલ ગાંધીએ પાટનગર ગાંધીનગર ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભાને સંબોધતા તેઓએ પીએમ મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ જણાવ્યું, જય શાહ અને રફેલ ડીલ અંગે શા માટે પ્રશ્નો પૂછવામાં આવતા નથી ?

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન રફેલના ડીલ અંગે મોદી સરકારને સવાલો પૂછતા કહ્યું, 

  • શું પ્રથમ અને બીજા કરારના ભાવમાં ફેરફાર છે ?
  • શા માટે આ કોન્ટ્રાકટ એક એવા ઉદ્યોગપતિને આપવામાં આવ્યો, જેમણે ક્યારેય પોતાના જીવનમાં એક પણ ફાઇટર વિમાનનું નિર્માણ કર્યું નથી ?
  • સંપૂર્ણ કેબિનેટે આ કોન્ટ્રાક્ટ પાસ કર્યો છે કે નહીં ?
  • શું તમે “સીસીએસ”ની પરવાનગી લીધી છે ?
  • તમારા સંરક્ષણ પ્રધાન ગોવામાં કેમ છે ?