હજુ આજે માર્ચ મહિનાની શરૂઆત થઇ છે પણ અડધો ઉનાળો પતી ગયો હોય તેવો ગરમીનો અહેસાસ લાગી રહ્યો છે. હવામન વિભાગની માહિતી અનુસાર આગામી ત્રણ મહિના સુધી ઉત્તર ભારતમાં આકરી ગરમી પડવાની છે. દેશભરમાં આ વખતે દર વર્ષે જેટલું તાપમાન હોય છે તેના કરતા વધારે તાપમાન હશે. જેમાં સાત જેટલા રાજ્યોમાં બે થી અઢી ડીગ્રી જેટલું તાપમાન વધારે રહેશે.
ઉત્તર ભારતમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આ વખતે ગરમીનું તાપમાન દોઢ ડીગ્રી જેટલું સામાન્ય તાપમાનથી વધુ હશે.
સૌથી વધુ તાપમાન સામાન્ય ડીગ્રી કરતા અઢી ડીગ્રી વધારે એ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હશે.
બુધવારે હવામાન તાપમાનની માહિતી આઈએમડી( India Meteorological Department) દ્વારા જાહેર કરવામાં આવી હતી. આઈએમડીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી માત્ર ભારત જ નહિ પરંતુ સંપૂર્ણ વિશ્વમાં પણ હવામાનમાં ગરમીની અસર વધતી દેખાઈ રહી છે આની પાછળ માત્ર એક કારણ જ જવાબદાર છે જે છે ગ્લોબલ વોર્મિંગ.
હવામાન વિભાગના ડાયરેક્ટ ડો. કે જે રમેશએ જણાવ્યું હતું કે માર્ચ થી મે મહિના વચ્ચે સૌથી મહત્તમ ગરમીની ૫૨ % શક્યતા રહેલી છે.જેમાં દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર,ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગાણા, મરાઠવાડા, વિદર્ભા, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.
