મિઝોરમમાં, મુખ્યમંત્રીની પુત્રીએ ક્લિનિકમાં હંગામો મચાવ્યો અને ડોક્ટરને માર મારવાના મામલા બાદ મુખ્યમંત્રી અને તેમની પત્નીએ બહાર આવીને પોતે માફી માંગી છે. મિઝોરમના સીએમ ઝોરમથાંગાએ તેમની પુત્રી મિલારી છંગટેના ગેરવર્તન માટે માફી માંગતી વખતે, કોઈપણ કાયદાકીય પગલાં ન લેવા બદલ IMAનો આભાર પણ માન્યો છે. સીએમ ઝોરમથાંગાએ સોશિયલ મીડિયા પર માફી માંગી અને લખ્યું કે અમે ડોક્ટર અને જનતાની માફી માંગીએ છીએ.
વાસ્તવમાં, આઈઝોલના એક ક્લિનિકમાં મુખ્યમંત્રી ઝોરમથાંગાની પુત્રી મિલારી છંગટેની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ વીડિયો ક્લિપમાં મિલારી છંગટે ડોક્ટર પર હુમલો અને માર મારતી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરે મિલારી છંગટેને અપોઈન્ટમેન્ટ વિના જોવાની ના પાડી દીધી હતી. જે બાદ તેણી ગુસ્સે થઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા છંગટે ડોક્ટર સાથે ગેરવર્તન કર્યું. કોઈએ તેનો વીડિયો બનાવ્યો અને આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. મુખ્યમંત્રી ઝોરમથાંગાએ જણાવ્યું કે આ ઘટના બુધવારે બની હતી.
વીડિયો વાયરલ થયા બાદ સીએમનો પરિવાર ટ્રોલ થયો હતો
વીડિયો વાયરલ થયા બાદ સીએમ અને તેમના પરિવારના સભ્યો સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના મિઝોરમ યુનિટે શનિવારે વિરોધ શરૂ કર્યો હતો. ડોક્ટરોએ કાળા બેજ બાંધીને વિરોધ નોંધાવ્યો હતો.
ડોક્ટર પાસે પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ માફી માંગી
જોકે, મામલો વધતાં સીએમ જોરમથાંગા અને તેમની પત્નીએ માફી માંગી છે. મિઝોરમના મુખ્યમંત્રી ઝોરમથાંગાએ પણ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન જારી કર્યું છે. તેમણે લખ્યું છે કે ડોક્ટર પ્રત્યે તેની પુત્રીનું વર્તન યોગ્ય નથી. દીકરીના વર્તનને ન્યાયી ઠેરવવા કે તેનો બચાવ કરવા માટે કોઈ ઔચિત્ય નથી. આ ઘટના અમારા માટે શરમજનક હતી. સીએમએ લખ્યું છે કે તેઓ અને તેમની પત્ની ત્વચા સંભાળ નિષ્ણાત ડોક્ટર પાસે ત્રણ વખત માફી માંગવા ગયા હતા. ડોક્ટર અને તેમનો પરિવાર ખૂબ જ દયાળુ અને સમજદાર છે. ડોક્ટર દંપતી ખૂબ જ પરિપક્વ છે અને અમે ખરેખર તેમની પ્રશંસા કરીએ છીએ. મુખ્યપ્રધાન ઝોરમથાંગાએ કહ્યું કે તેઓ IMAનો પણ આભાર માને છે કે તેઓએ કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી.
આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક જ દિવસમાં નવા 9 હજારથી વધુ કેસ
આ પણ વાંચો: ઉતર અને પુર્વ ભારતમાં ભારે વરસાદ, 60 લોકોના મોત
આ પણ વાંચો:શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 લોકો ઇજાગ્રસ્ત
