નવરાત્રી/ માં દુર્ગાના નવ સ્વરૂપમાનું ૭મુ સ્વરૂપ કાલરાત્રીનું છે, જાણો કેમ આવું નામ પડ્યું

કાલી, મહાકાલી, ભદ્રકાલી, ભૈરવી, મૃત્યુ-રુદ્રાણી, ચામુંડા, ચંડી અને દુર્ગા – કાલી, મહાકાલી, ભદ્રકાલી, માતાના અનેક વિનાશકારી સ્વરૂપોમાંના એક તરીકે દેવી કાલરાત્રીને વ્યાપકપણે માનવામાં આવે છે.

Navratri culture Dharma & Bhakti Navratri 2022
kisan maharaj

મા દુર્ગાની સાતમી શક્તિને કાલરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. દુર્ગા પૂજાના સાતમા દિવસે, મા કાલરાત્રિની પૂજા કરવાનો કાયદો છે. આ દિવસે સાધકનું મન ‘સહસ્રાર’ ચક્રમાં સ્થિત રહે છે. આ માટે બ્રહ્માંડની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલવા લાગે છે. કાલી, મહાકાલી, ભદ્રકાલી, ભૈરવી, મૃત્યુ-રુદ્રાણી, ચામુંડા, ચંડી અને દુર્ગા – કાલી, મહાકાલી, ભદ્રકાલી, માતાના અનેક વિનાશકારી સ્વરૂપોમાંના એક તરીકે દેવી કાલરાત્રીને વ્યાપકપણે માનવામાં આવે છે. રૌદ્રી અને ધુમોર્ણા દેવી કલાત્રીના અન્ય ઓછા જાણીતા નામો છે.

P2 2 માં દુર્ગાના નવ સ્વરૂપમાનું ૭મુ સ્વરૂપ કાલરાત્રીનું છે, જાણો કેમ આવું નામ પડ્યું

માં દુર્ગાના નવ સ્વરૂપમાનું ૭મુ સ્વરૂપ કાલરાત્રીનું છે. એમનો રંગ કાળો હોવાથી એમનું નામ કાલરાત્રી પડયું છે.

અસૂરી રાજા રક્તબીજનો વધ કરવા દેવી દુર્ગાએ એમના તેજથી કાલરાત્રીને ઉત્પન્ન કર્યા છે.

દેવી કાલરાત્રીનું શરીર કાળું છે, તેથી તેમને કાલરાત્રી કહે છે.

એમના વાળ વીખરાયેલ છે. કોપાયમાન સ્વરૂપ છે. ગળામાં ખોપરીની માળા પહેરેલી છે.

ખચ્ચરપર માતાજી સવાર છે. વાંઘામ્બર ઓઢેલું છે અને હાથમાં રક્તબીજનો નાશ કરવા વજ્ર લીધેલું છે.માતાજીને ત્રણ નેત્ર છે અને તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. તે કલ્યાણકારી દેવી છે.

રક્તબીજ જયારે ત્રણેય લોકમાં હાહાકાર મચાવતો હતો ત્યારે બધા દેવો અને ઋષિમુની ગણ રક્તબીજથી છૂટકારો મેળવવા શિવાજી પાસે ગયા ત્યારે માતા પાર્વતીને શિવજીએ કીધું કે તમે કાલરાત્રી સ્વરૂપ ધારણ કરી રક્તબીજનો નાશ કરો.

જયારે રક્તબીજનો નાશ કરવા માતાજીએ તેનું શરીર મસ્તક કાપ્યું તો તેના રક્તમાંથી બીજા લાખો રક્તબીજ ઉત્પન્ન થઇ ગયા.

ત્યારબાદ માતાજીએ એમના સ્વરૂપથી એમની જીભની અંદર બધા રક્તબીજને લઇ એમનો નાશ કર્યો.