Navsari Maroli School Black Magic News : અંધશ્રદ્ધાના હીન કૃત્યો અત્યારે શાળાઓ સુધી પહોંચી ગયા હોવાની ચોંકાવનારી ઘટના નવસારીના મરોલી વિસ્તારમાં સામે આવી છે. મરોલીની એક પ્રાથમિક શાળાના પરિસરમાં વહેલી સવારે જાદુ-ટોણાં અને મેલીવિદ્યાનો સામાન મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

શાળાના મુખ્ય રસ્તા પર મળ્યો તાંત્રિક સામાન
વહેલી સવારે જ્યારે બાળકો અને શિક્ષકો શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના મુખ્ય રસ્તા અને પરિસરમાં જાદુ-ટોણાંનો નજારો જોઈને દંગ રહી ગયા હતા. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કરવામાં આવેલા આ જાદુ-ટોણાંમાં શાળા પરિસરમાંથી લીંબુ, શ્રીફળ, કાળા તલ, લાલ ચૂડી અને લાલ કપડા જેવી તાંત્રિક સામગ્રી મળી આવી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
Navsari : બાળકો અને વાલીઓમાં ગભરાટ
શિક્ષણના પવિત્ર ધામ ગણાતી શાળામાં આ પ્રકારે મેલીવિદ્યાનો પ્રયોગ થયેલો જોઈને નાના બાળકો ગભરાઈ ગયા હતા. વાલીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ અને ડર જોવા મળી રહ્યો છે. અંધશ્રદ્ધામાં માનતા કોઈ વ્યક્તિએ શાળા પર મેલીવિદ્યાનો પ્રયોગ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

સુરક્ષા સામે ઉઠ્યા સવાલો
રાત્રિના સમયે અથવા વહેલી સવારે કોઈ અજાણ્યો શખ્સ શાળાના પરિસરમાં ઘૂસીને આ પ્રકારનું હીન કૃત્ય કરી ગયો, તે શાળાની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. શાળામાં જાદુ-ટોણાંનો સામાન કઈ રીતે આવ્યો અને તે પાછળનો હેતુ શું હતો, તે હવે તપાસનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ફરી અંધશ્રદ્ધાનો મુદ્દો ચર્ચામા, અંધશ્રદ્ધા સામે ગેનીબેનનું તીખું નિવેદન
આ પણ વાંચોઃ અંધશ્રદ્ધાનો ભોગ બની માસૂમ બાળકી, ભૂવાએ બાળકીને ગરમ સળિયો ચાંપ્યો
આ પણ વાંચોઃ કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને…BlackMagic
