Not Set/ NCB એ મુંબઇમાં પાડ્યા દરોડા, ડ્રગ પેડલર સૂર્ય દીપ મેહરોત્રાની કરી અટકાયત

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ફરી એકવાર મુંબઇના એક મોટા ડ્રગ પેડલરના ઘરે દરોડો પાડ્યા છે. એનસીબીની ટીમે સૂર્ય દીપ મેહરોત્રા નામના ડ્રગ પેડલરના ઘરે દરોડો પાડી તેની અટકાયત કરી હતી. એક દિવસ પહેલા જ એનસીબીએ મુંબઇ અને ગોવામાં કાર્યવાહી કરી સાત લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ કર્યા બાદ એનસીબીને પુરાવા મળ્યા હતા. એનસીબીનો તબરતોડ દરોડો […]

Uncategorized
1d76ea40e54d95318be0d14d83759ae1 1 NCB એ મુંબઇમાં પાડ્યા દરોડા, ડ્રગ પેડલર સૂર્ય દીપ મેહરોત્રાની કરી અટકાયત

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ફરી એકવાર મુંબઇના એક મોટા ડ્રગ પેડલરના ઘરે દરોડો પાડ્યા છે. એનસીબીની ટીમે સૂર્ય દીપ મેહરોત્રા નામના ડ્રગ પેડલરના ઘરે દરોડો પાડી તેની અટકાયત કરી હતી. એક દિવસ પહેલા જ એનસીબીએ મુંબઇ અને ગોવામાં કાર્યવાહી કરી સાત લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ કર્યા બાદ એનસીબીને પુરાવા મળ્યા હતા.

એનસીબીનો તબરતોડ દરોડો

મળતી માહિતી મુજબ, એનસીબીની ટીમ ડ્રગ્સ વેચનારાઓના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે. અનુજ કેશવાનીની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એનસીબીની ટીમે આ દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવે છે કે પૂછપરછ દરમિયાન અનુજે એનસીબીને ડ્રગ પેડલરના અડ્ડાઓની માહિતી અને ઠેકાણા આપી હતી.

ગોવામાં દરોડા પાડતી એનસીબીની ટીમ સમીર વણખેડેની અધ્યક્ષતામાં છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં મુંબઇ અને ગોવાના અનેક સ્થળોએ દરોડા સીધા ડ્રગ્સ એંગલ અને રિયા ચક્રવર્તી સાથે સંબંધિત છે. નોંધપાત્ર વાત એ છે કે અનુજ કેશવાનીની કૈઝન બાદ ધરપકડ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા કેસમાં અનુજના નામનો ખુલાસો કૈઝને કર્યો હતો. જે બાદ એનસીબીએ અનુજની ધરપકડ કરી હતી. એક દિવસ પહેલા જ એનસીબીના ઉચ્ચ અધિકારીઓની બેઠક દિલ્હીમાં થઈ હતી. આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરનારી એનસીબી અધિકારીઓ પણ મુંબઇથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા હતા.

દિલ્હીમાં આ બેઠક પછીના બીજા જ દિવસે, એનસીબીએ ડ્રગના વેપારીઓના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. જણાવી દઈએ કે એનસીબીએ આ કેસમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને અન્ય 4 લોકોની ધરપકડ કરી છે. એનસીબીની પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ ઘણા મોટા નામ જાહેર કર્યા છે, જેની સામે એનસીબી જલ્દી કાર્યવાહી કરી શકે છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.